ડોમ્બિવલી રેલવે સ્ટેશન પર મળેલા ૭૫ વર્ષની વ્યક્તિના મૃતદેહના પરિવારને શોધી રહી છે રેલવે પોલીસ : સોશ્યલ મીડિયાની પણ લીધી મદદ : સોમવારે બપોરે ડોમ્બિવલીના પ્લૅટફોર્મ નંબર-૩ પર તેઓ અચાનક ઢળી પડ્યા હતા : તેમની પાસેથી સવા લાખ રૂપિયાનો આઇફોન મળ્યો
ડોમ્બિવલી રેલવે પોલીસ આ વ્યક્તિના પરિવારને શોધી રહી છે.
મુંબઈ : સોમવારે ડોમ્બિવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક વ્યક્તિની ડેડ-બૉડી મળી આવી હતી. ડોમ્બિવલી રેલવે પોલીસે એની તપાસ કરતાં આઇફોન સહિત બૅન્કની પાસબુક મળી આવી હતી. પોલીસે તપાસ કરી ત્યારે ડેડ-બૉડીની ઓળખ અનિલકુમાર જૈન તરીકે થઈ હતી. તેઓ ૭૫ વર્ષની આસપાસ હતા. તેમના પુણેના ઘરમાં પોલીસે તપાસ કરાવી હતી, પણ ત્યાં કોઈ બીજું રહેતું હોવાનું જાણવા મળ્યું હતું. એથી ડેડ-બૉડીના અંતિમ સંસ્કાર કરતાં પહેલાં ડોમ્બિવલી રેલવે પોલીસ તેમના પરિવારજનોને ઠેકઠેકાણે શોધવાની સાથે સોશ્યલ મીડિયાની પણ મદદ લઈ રહી છે.




