રાહુલ શેવાળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કેટલાક લોકો ખોટી વાતો ફેલાવી રહ્યા છે.
રાહુલ શેવાળે, રાજ ઠાકરે
સત્તાધારી મહાયુતિમાં રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને પણ સામેલ કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે ત્યારે રાજ ઠાકરેની એન્ટ્રીથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની સાથેના નેતાઓને મુશ્કેલી થશે એવી ચર્ચા છેલ્લા કેટલાક સમયથી શરૂ થઈ છે. જોકે આવી ચર્ચાને ફગાવી દેતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના મુંબઈ સાઉથ સેન્ટ્રલ મતદારસંઘના સંસદસભ્ય રાહુલ શેવાળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કેટલાક લોકો ખોટી વાતો ફેલાવી રહ્યા છે. અમારી જેમ જ રાજ ઠાકરે બાળાસાહેબ ઠાકરેના વિચારને આગળ લઈ જઈ રહ્યા છે. તેમની અને અમારી વિચારધારા એકસરખી છે. તેમનો સાથ મળવાથી રાજ્યમાં શિવસેનાની તાકાતમાં વધારો થશે એટલું જ નહીં, અમે વધુ મજબૂતાઈથી વિરોધીઓનો સામનો કરી શકીશું. મહાયુતિની ફૉર્મ્યુલા ઑલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તેમ જ રાજ ઠાકરે સંયુક્ત રીતે મહાયુતિ અને ઉમેદવારોની જાહેરાત કરશે. આ જાહેરાત તબક્કાવાર થઈ શકે છે.’

