વરસાદ ખેંચાઈ જતાં એની અસર શાકભાજીના ઉત્પાદન પર પડી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વરસાદ ખેંચાઈ જતાં એની અસર શાકભાજીના ઉત્પાદન પર પડી છે. નવો ફાલ આવતાં વાર લાગશે એટલે હાલ જે તૈયાર શાકભાજી છે એનો જ સ્ટૉક હોવાથી માર્કેટમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. એના કારણે શાકભાજીની અછત સર્જાતાં જે શાકભાજી માર્કેટમાં આવી રહી છે એ મોંઘા ભાવે વેચાઈ રહી છે.
ગઈ કાલે નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની શાકમાર્કેટમાં ૪૬૭ ગાડીની આવક થઈ હતી. ફણસી ૮૦-૧૦૦ રૂપિયા, ગુવાર ૭૦-૯૦, વટાણા ૧૨૦-૧૫૦, ભીંડો ૪૪-૫૦, ચોળી ૨૪-૩૪, જાડી પાપડી ૭૦-૮૦ અને ટમેટાં ૩૨-૪૦ રૂપિયે કિલો હોલસેલમાં વેચાઈ રહ્યાં હતાં. રીટેલમાં એના દોઢથી બે ગણા પૈસા ચૂકવવા પડે છે.

