ફિલ્મ હજી સ્ક્રિપ્ટિંગની પ્રક્રિયામાં છે
રણબીર કપૂર
ફિલ્મ ‘સૈયારા’નો સુપરહિટ ડિરેક્ટર મોહિત સૂરિ હવે પોતાના આગામી પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે મોહિત આ ફિલ્મમાં રણબીર કપૂરને ડિરેક્ટ કરવાનો છે. રણબીર હાલમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ અને નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં વ્યસ્ત છે. રણબીર આ બન્ને ફિલ્મો પૂરી કર્યા પછી યશરાજ ફિલ્મ્સ સાથે પણ નવી ફિલ્મ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર લીડ રોલમાં જોવા મળશે, પણ ફિલ્મની હિરોઇન કોણ હશે એ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
થોડા સમય પહેલાં મોહિત સૂરિએ પોતાની આગામી ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એ હજી સ્ક્રિપ્ટિંગની પ્રક્રિયામાં છે અને ફિલ્મની કાસ્ટ પણ હજી ફાઇનલ થઈ નથી. જોકે એ સમયે તેણે રણબીરને કાસ્ટિંગ કરવા વિશે સ્પષ્ટતા નહોતી કરી, પણ હવે જાણવા મળ્યું છે કે આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સની જ ફિલ્મ છે અને એમાં રણબીરની હાજરી કન્ફર્મ છે.
