અયોધ્યા રામ મંદિરમાં આજે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો હોવાથી આજનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે. આની સાથે જ દેશ આખામાં આજે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં મુંબઈની દાણા બજાર જેને અનાજનું હબ માનવામાં આવે છે તેવી નવી મુંબઈની એપીએમસી દાણા માર્કેટમાં નીલકંઠેશ્વર મહાદેવના પ્રાંગણમાં આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું તેમ જ આ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
22 January, 2024 09:40 IST | Navi Mumbai | Shilpa Bhanushali