આ હાલતમાં જોઈને તેની મમ્મી સાથે ત્યાં એકઠા થયેલા સેંકડો લોકો આઘાતમાં હતા. રોશનીના પપ્પા રાજેન્દ્રભાઈએ કાળજું કઠણ કરીને દીકરીની અંતિમક્રિયા પૂરી કરી હતી
અંતિમયાત્રામાં રોશનીનાં મમ્મી દીકરીનો ફોટો લઈને જોડાયાં હતાં.
‘અમે તેનું સ્મિત હંમેશાં મિસ કરીશું.’, ‘અમારા વિસ્તારની ઍર-હૉસ્ટેસ હતી, તેના પર અમને ગર્વ છે’, ‘અમારી સાથે વિડિયો બનાવતી હતી, તેની સાથે તેના વિડિયોમાં દેખાવાનો ગર્વ છે અમને’ - આ વાતો છે ડોમ્બિવલીની રોશની સોનઘરેના પાડોશી, મિત્રો અને કુટુંબીજનોની. અમદાવાદ પ્લેન-ક્રૅશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કૅબિન-ક્રૂ રોશની સોનઘરેનો મૃતદેહ ગુરુવારે સવારે ડોમ્બિવલી પહોંચ્યો હતો. દીકરીનું કૉફીન જોતાં જ તેની મમ્મી રાજશ્રી સોનઘરે ભાંગી પડી હતી અને શોકને કારણે ફસડાઈ પડી હતી. તેમણે પેટે પાટા બાંધીને દીકરીને મોટી કરી હતી અને તેનાં સપનાં પૂરાં કર્યાં હતાં. તેને આ હાલતમાં જોઈને તેની મમ્મી સાથે ત્યાં એકઠા થયેલા સેંકડો લોકો આઘાતમાં હતા. રોશનીના પપ્પા રાજેન્દ્રભાઈએ કાળજું કઠણ કરીને દીકરીની અંતિમક્રિયા પૂરી કરી હતી.

