આ વિસ્તારોમાં દરરોજ પૂરું પાડવામાં આવે છે એની સામે ૩૩ ટકા જેટલું જ પાણી છોડવામાં આવશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતા તાનસા જળાશયની ઈસ્ટ સાઇડની ૧૪૫૦ મિલીમીટર વ્યાસની પાઇપલાઇનનું આવતી કાલે રાતના ૧૦ વાગ્યાથી પરમ દિવસે સાંજના પાંચ વાગ્યા સુધી ૧૯ કલાક સમારકામ કરવામાં આવશે. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જી-સાઉથ અને જી-નૉર્થ વોર્ડમાં આવેલા કરી રોડ, લોઅર પરેલ, ડિલાઇલ રોડ, એન. એમ. જોશી માર્ગ, પ્રભાદેવી વગેરે વિસ્તારોમાં આંશિક પાણીકાપ રહેશે. આ વિસ્તારોમાં દરરોજ પૂરું પાડવામાં આવે છે એની સામે ૩૩ ટકા જેટલું જ પાણી છોડવામાં આવશે. આથી આ વિસ્તારમાં રહેતા લોકોએ સાચવીને પાણી વાપરવું એવું આહવાન કરવામાં આવ્યું છે.