Palghar: આરોપી બંને છોકરાઓને કેન્ટીનના વોશરૂમમાં લઇ ગયો હતો. ત્યાં તેણે બન્ને છોકરાઓનું જાતીય શોષણ કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
પાલઘર (Palghar) જીલ્લામાંથી શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલના ૫૩ વર્ષના વોચમેને બે સગીર છોકરાઓનું યૌન શોષણ કર્યું છે. આ આરોપસર વોચમેનની હાલ ઘરપકડ પણ કરવામાં આવી છે. આરોપી રેમન્ડ વિલ્સન ડીયાસ જે સ્કૂલમાં વોચમેનની નોકરી કરે છે. તેણે બે સગીર છોકરાઓ સાથે દુષ્કૃત્ય કર્યું હતું.
બે છોકરાઓનું જાતીય શોષણ કર્યું
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર આ બનાવ ૧૫મી જુનના રોજ સ્કૂલની કેન્ટીનમાં બન્યો હતો. અર્નાળા પોલીસ સ્ટેશનના (Palghar) અધિકારીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે શાળાના મેનેજરની ફરિયાદ મળ્યા બાદ આરોપી સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 75 અને પોસ્કો એક્ટની કલમ 5,8 અને 12 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ૧૭ અને ૧૫ વર્ષની વયના બે સગીર છોકરાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બન્ને છોકરાઓ એક જ સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને એ જ સ્કૂલમાં આરોપી વોચમેનની નોકરી કરે છે. પીડિત બાળકોએ પોતાની સાથે બનેલા દુષ્કૃત્ય અંગે ઘરે જઈને માતાપિતાને જાણ કરી હતી ત્યારબાદ પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શનિવારે સાંજે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાળકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને બંનેની મેડીકલ તપાસ પણ કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર આ બનાવ આશરે (Palghar) એક મહિના અગાઉ બન્યો હતો. બંને છોકરાઓ સ્કૂલ કેમ્પસમાંથી જ્યારે ભાર નીકળી રહ્યાં હતા ત્યારે લગભગ સાંજેના 6 વાગ્યે ગેટ પાસે ઉભેલા આરોપીએ તેઓને રોક્યા હતા અને ત્યારબાદ તે બંનેને કેન્ટીનના વોશરૂમમાં લઇ ગયો હતો. ત્યાં તેણે બન્ને છોકરાઓનું જાતીય શોષણ કર્યું હતું. શનિવારે જ્યારે જાતીય શોષણનો ભોગ બનેલા બંને છોકરાઓએ સ્કૂલમાં એક શિક્ષકને આ બનાવ વિષે વાત કરી ત્યારે આ શિક્ષકે શાળાના અધિકારીઓ અને છોકરાઓના માતાપિતાને આ બનાવ અંગે જણાવ્યું હતું. ત્યારબાદ અર્નાળા પોલીસમાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે આરોપીએ બંને છોકરાઓ સાથે દુષ્કૃત્ય આચર્યું હતું તે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જતા રહ્યા બાદ શાળાને તાળું મારવાનું કામ કરતો હતો. વિરાર (Palghar)ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુહાસ બાવચેએ જણાવ્યું હતું કે હાલમાં અમે એ તપાસ પણ કરી રહ્યાં છીએ કે આ આરોપીએ આ પહેલાં અન્ય કોઈ વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું કે કેમ. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોસ્કો) એક્ટની સંબંધિત કલમો હેઠળ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


