Palghar News: મંદિરમાં કેટલાંક ઘૂસણખોરોએ 2.35 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે ચિન્ચની વિસ્તારના પિંપલ નાળા ખાતે બની હતી.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પાલઘરમાંથી ખૂબ જ શરમજનક કહી શકાય એવી ઘટના (Palghar News) સામે આવી છે. હવે લોકો ભગવાનની પણ બીક નથી રાખતા એવો આ મામલો છે. અહીં મંદિરમાં કેટલાંક ઘૂસણખોરોએ 2.35 લાખ રૂપિયાની ચોરી કરી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ઘટના ગુરુવારે મોડી રાત્રે ચિન્ચની વિસ્તારના પિંપલ નાળા ખાતે બની હતી.
વનગાંવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અજાણ્યા બદમાશો સમુદ્રી માતાના મંદિરમાં ઘૂસ્યા હતા અને મૂર્તિ, ઘરેણાં ઉપરાંત દાનપેટીમાંથી રોકડ સહિત 2.35 લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓ ચોરી કરી હતી.
ADVERTISEMENT
અધિકારી જણાવે છે કે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 305 (એ) (રહેઠાણ, પરિવહન અથવા પૂજા સ્થળમાં ચોરી) અને 331 (4) હેઠળ કેસ નોંધવામાં (Palghar News) આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
હજી હમણાં થોડા દિવસો પહેલા ફિરોઝાબાદ જિલ્લાના ટુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારના (Palghar News) ઉસાયાની ગામમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ગામમાં માતા વૈષ્ણોદેવીનું એક ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે. આ જ પ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરમાં પણ આવી જ રીતે ચોરીની ઘટના બની હતી. રાત્રિના સમયે મંદિરમાંથી માત્ર સોનાનો મુગટ જ નહીં પરંતુ ચાંદીની મૂર્તિ સુદ્ધાં ચોરો ઉઠાવી લઈ ગયા હતા. વળી, જતાં જતાં તેઓએ દાનપેટી પણ સફાચટ કરી નાખી હતી. હવે પોલીસ પણ કેસની તપાસમાં જોડાઈ ગઈ છે અને ચોરોને શોધવા માટે પ્રયાસ કરી રહી છે.
વળી, આવી જ એક ઘટનામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહાશિવરાત્રીના (Palghar News) એક દિવસ પહેલા બની હતી. હર્ષદ ગામ નજીક ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. આ ચોરી કથિત રીતે અંધવિશ્વાસને કારણે થઈ હતી, કારણ કે ચોરની ભત્રીજીએ સપનું જોયું હતું કે જો અહીંથી ચોરી કરીને શિવલિંગ ઘરે સ્થાપિત કરવામાં આવશે તો ઘરની સમૃદ્ધિ વધશે.


