ઇન્સ્ટાગ્રામ પરથી મળેલા ફોન-નંબર પર કૉન્ટૅક્ટ કરવાનું ભારે પડી ગયું બોરીવલીના ટીનેજરને
હાર્દિક પાંડ્યા અને ધોનીની તસવીરોનો કૉલાજ
દેશભરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો માહોલ જામ્યો છે ત્યારે મિત્રો સાથે સ્ટેડિયમમાં મૅચ જોવા માગતા બોરીવલીના ટીનેજરે આવતી કાલની વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મૅચની ટિકિટ મેળવવા ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું, પણ એ સાઇબર-ફ્રૉડ હતો એ ન સમજી શકતાં તેના ૧.૫૨ લાખ રૂપિયા ગયા હતા અને ટિકિટ પણ મળી નહોતી.