ગઈ કાલે ફરી એક વાર સવારે ધસારાના સમયે અંધેરીમાં પૉઇન્ટ ફેલ્યર થતાં ૭ સર્વિસ રદ અને ૨૮ સર્વિસ મોડી પડતાં પ્રવાસીઓના હાલ થયા બેહાલ

ગઇકાલે પ્લેટફોર્મ પર પ્રવાસીઓની આવી હાલત
વેર્સ્ટન રેલવેમાં એક ઑકટોબરથી લોકલ ટ્રેનના સમયપત્રકમાં બદલાવ કરવાના બાદ જ્યાણે ગ્રહણ લાગી ગયું હોય એમ થોડા દિવસના અંતર વચ્ચે જ લોકલ ટ્રેનો પીક આવર્સમાં જ કોઈ ને કોઈ ટૅક્નિકલ કારણસર મોડી દોડી રહી છે. જેથી ટ્રેનો મોડી દોડવાને કારણે અને અમુક ટ્રેનો રદ્ થવાથી રેલવે વ્યવહાર ખોરવાઈ જતો હોવાથી પ્રવાસીઓના હાલ થતાં જોવા મળે છે. છેલ્લા અનેક મહિનાઓથી સમયપત્રક કરતાં મોડી દોડી રહી છે એવામાં ગઈ કાલે પીક આવર્સમાં ફરી અંધેરી સ્ટેશન પાસે પોઈન્ટ ફેલિયર થતાં સાત લોકલ રદ્ અને ૨૮ લોકલ ટ્રેન મોડી દોડી હોવાથી પ્રવાસીઓની કમર કસી ગઈ હતી.
વેર્સ્ટન રેલવેમાં ગઈ કાલે સવારે સાત વાગ્યે અંધેરીમાં ટૅક્નિકલ ફેલિયરના કારણે અપ દિશાએ જતી ફાસ્ટ લોકલ ૧૫થી ૨૦ મિનીટ મોડી દોડી રહી હતી. તેમ જ વેર્સ્ટન રેલવેના પ્રવક્તા દ્વારા અપાયેલી માહિતી અનુસાર, સવારે ૭.૨૪ વાગ્યે આ સમસ્યાને ઉકેલી લેવાય હતી. તેમ જ સઆ સમસ્યાને કારણે સાત લોકલને કેન્સલ અને ૨૮ મોડી દોડી રહી હતી. ઉલ્લેખનીય છે આ ટૅક્નિકલ ફેલિયર વિશે આશરે સવારે ૮.૩૫ વાગ્યે વેર્સ્ટન રેલવેના ડીઆરએમ દ્વારા માહિતી આપતું ટિવટ કરાતાં દરરોજ ટ્રેનો મોડી દોડતી હોવાથી પ્રવાસીઓને હેરાન થઈ ગયા છે એવા અનેક ટિવટ પ્રવાસીઓએ એની સામે કર્યા હતા. પ્રવાસીઓના આવા ટિવટ પરથી અંદાજો લગાવી શકાય છે કે પીક આવર્સમાં ટ્રેનો મોડી દોડતાં તેમને કેટલી હેરાનગતિ થતી હશે.
દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના હિતેશ સાવેએ મિડ-ડેને કહ્યું કે ‘વેર્સ્ટન રેલવેના ડીઆરએમ દ્વારા ટિવટ કરતાની સાથે જ મેં તેમને, રેલવે મિનિસ્ટર વગેરેને ટિવટ કર્યું કે ટૅક્નિકલ ફેલિયર, સિગ્નલ ફેલિયર અને અન્ય ફેલિયર સર્બબન સેકશનમાં દરરોજનું થઈ ગયું છે. તેમ જ આ ફેલિયર ફક્ત પીક આવર્સમાં જ થાય છે. નવા ટાઈમ ટેબલની અમલબજામણી સંપૂર્ણ રીતે ફેલ થઈ છે. આ નવા ટાઈમ ટેબલના લીધે જ પ્રવાસીઓ હેરાન થઈ ગયા છે. એકાદ દિવસ સમજી શકીએ પરંતુ દરરોજ પ્રવાસી પણ કેટલું સહન કરવાના છે? કેટલા લેટ માર્ક સાથે ઓફિસમાં કામ કરીએ?’
જ્યારે કે અન્ય રેલવે પ્રવાસી અમેયા સાવેએ પણ ટિવટ કરીને રિપ્લાય કર્યું કે ‘દરરોજ મોડી દોડતી ટ્રેનોના કારણે લોકો ઓફિસ પર સમયસર પહોંચી શકતા ન હોવાથી લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે. એથી રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને વિનંતી છે કે તેઓ બધા રેલવે પ્રવાસીઓને રેલવેમાં નોકરી આપે એટલે પંન્ચાલીટીની કોઈ પ્રશ્ન ન ઊભો થાય.’