Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક બાજુ દુકાળ છે અને બીજી બાજુ ૧૨.૬૮ કરોડના ખર્ચે હાઈ-એન્ડ ગાડીઓ ખરીદવાનો સરકારનો નિર્ણય

એક બાજુ દુકાળ છે અને બીજી બાજુ ૧૨.૬૮ કરોડના ખર્ચે હાઈ-એન્ડ ગાડીઓ ખરીદવાનો સરકારનો નિર્ણય

Published : 14 October, 2026 11:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪ કરોડની લૅન્ડક્રૂઝર, ૩૨ ઇનોવા, બે ફૉર્ચ્યુનર સહિત કુલ ૪૪ કાર ખરીદવા રાજ્ય-પ્રશાસનને મંજૂરી

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


એક બાજુ રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ છે ત્યારે રાજ્ય સરકારે VIP ગેસ્ટ માટે ૧૨.૬૮ કરોડ રૂપિયાના ખર્ચે કુલ ૪૪ હાઈ-એન્ડ કાર ખરીદવાની પ્રશાસકીય મંજૂરી આપી છે. આમાં સૌથી મોંઘી કાર ૪ કરોડ રૂપિયાની લૅન્ડક્રૂઝર છે. રાજ્ય સરકારના આ નિર્ણયનો રાજકીય વિરોધ થાય એવી શક્યતાઓ જણાઈ રહી છે.

રાજ્યમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત ખરાબ છે અને રાજ્ય સરકારે જ એથી ૨૬૫ તાલુકામાં દુકાળ જાહેર કર્યો છે ત્યારે જ VIP ગેસ્ટ માટે કરોડો રૂપિયાના ખર્ચે નવી કાર લેવાની મંજૂરી આપવામાં આવી છે. એથી આ મુદ્દે વિરોધીઓ સરકારને ઘેરે એવી પૂરી શક્યતા છે. 



કઈ કાર કેટલી ખરીદાશે?


૧. ટૉયોટા ઇનોવા ક્રિસ્ટા (ડિફેન્સ/ડીઝલ) : ૩૨ કાર (દરેકની કિંમત અંદાજે ૨૦.૭૧ લાખ રૂપિયા)
૨. ટૉયોટા ફૉર્ચ્યુનર (ડીઝલ-4x2 મૅન્યુઅલ) : બે વાહન (દરેકની કિંમત ૩૦ લાખ રૂપિયા)
૩. ટૉયોટા લૅન્ડક્રૂઝર 300 (NIJ III/B6 લેવલ પ્રોટેક્શન બુલેટપ્રૂફ કાર એક (કિંમત ૪.૦૭ કરોડ)
૪. મારુતિ સુઝુકી અર્ટિગા (પેટ્રોલ): ૭ કાર (દરેકની કિંમત ૧૧.૫૯ લાખ રૂપિયા)
૫. ટોઇંગ વાહન (TATA 207 YODHA): એક (કિંમત ૯ લાખ રૂપિયા)
૬. એર્બેનિયા : એક બસ (૩૧ લાખ રૂપિયા)


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK