Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાવિતરણમાં મહાગોબાચારી

મહાવિતરણમાં મહાગોબાચારી

Published : 01 May, 2022 09:10 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

પબ્લિક માટે પાવર નથી, જ્યારે મહાવિતરણની ઑફિસોમાં નીચલા લેવલના અધિકારીઓ જેઓ કાયદેસર રીતે એસીના હકદાર નથી તેઓ એસીમાં કરી રહ્યા છે જલસા : મુલુંડ, થાણે, વિરારમાં લોડશેડિંગના નામે કલાકો સુધી પાવર ગાયબ

મુલુંડની મહાવિતરણની ઑફિસમાં એક્ઝિક્યુટિવની કૅબિનમાં લાગેલું એસી

મુલુંડની મહાવિતરણની ઑફિસમાં એક્ઝિક્યુટિવની કૅબિનમાં લાગેલું એસી


મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં છેલ્લા ૧૫ દિવસથી રહેઠાણ વિસ્તોરમાં લોડશેડિંગના નામે કલાકો સુધી પાવરકટની સમસ્યાઓ સામે આવી હતી. ત્યારે મહાવિતરણના કાયદા પ્રમાણે સુપરિન્ટેન્ડેન્ટ અને ચીફ એન્જિનિયરની પોસ્ટ કરતાં માત્ર ઊંચી પોસ્ટના અધિકારીઓની કૅબિનમાં જ એસી (ઍરકન્ડિશનર) એલાઉડ હોવા છતાં મહાવિતરણની તમામ ઑફિસોમાં નાના વર્ગના અધિકારીઓની કૅબિનમાં એસી લાગેલાં છે જેમાં દિવસ દરમ્યાન તેઓ ૬૦થી ૧૨૦ યુનિટ જેટલી વીજળીનો ગેરકાયદે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

મુલુંડ, થાણે, ડોમ્બિવલી, કલ્યાણ, વસઈ, વિરાર સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી અનેક રહેઠાણ વિસ્તારોમાં પાવરકટની સમસ્યાઓ સર્જાઈ છે. એવી જ રીતે પાવરનો વધુ વપરાશ થતાં મહાવિતરણ વિભાગે મોટાં બિલ પણ આ મહિને લોકોને આપ્યાં છે. એની સાથે ડિપોઝિટ ભરવા માટેનાં બિલ આપવામાં આવ્યાં હતાં અને બિલ ન ભરનાર સામે કડક પગલાં લેવાનું પણ મહાવિતરણે શરૂ કર્યું છે. એક બાજુ મહાવિતરણનું એમ કહેવું છે કે તેમની પાસે વીજળી નથી. એની સાથે વીજળી વધુ ભાવે એને મળવાથી એણે યુનિટ પાછળ ભાવવધારો કર્યો છે. બીજી બાજુ મહાવિતરણના એક કાયદા પ્રમાણે સુપરિન્ટેન્ડેન્ટ અને ચીફ એન્જિનિયર અધિકારી અને એમની ઉપરની પોસ્ટના અધિકારીઓને તેમની કૅબિનમાં એસી અલાઉડ છે. જોકે મુલુંડ, ભાંડુપ, થાણે, ડોમ્બિવલી સાથે વસઈ-વિરાર વિસ્તારમાં આવેલી મહાવિતરણની ઑફિસમાં નાના વર્ગના અધિકારીઓ જેમ કે સિનિયર એક્ઝિક્યુટિવ અધિકારી, એક્ઝિક્યુટિવ અધિકારીઓની કૅબિનમાં પણ એસી છે અને તેઓ દિવસ દરમ્યાન ૬૦થી ૧૨૦ યુનિટ જેટલી વીજળીનો ઉપયોગ કરતા હોય છે જેનું બિલ મહાવિતરણ ચૂકવતું હોય છે.



થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં રહેતા કેતન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી થાણે સ્ટેશન નજીક કપડાંની દુકાન છે. મને ગયા અઠવાડિયાથી રોજ બેથી ત્રણ કલાક પાવરકટની સમસ્યા થઈ રહી છે. એના માટે કારણ પૂછતાં મહાવિતરણના અધિકારીઓનું કહેવું છે કે હાલમાં ગરમીને કારણે લોડશેડિંગ કરવામાં આવ્યું છે. બીજી બાજુ  લાઇટબિલ પણ વધારે આવ્યું છે.’
મહાવિતરણના ચીફ પીઆરઓ અનિલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કાયદા પ્રમાણે સુપરિન્ટેન્ડેન્ટ અને ચીફ એન્જિનિયર આ બન્ને પોસ્ટ અને એનાથી મોટી પોસ્ટના અધિકારીઓની કૅબિનમાં એસી વાપરવાની પરવાનગી અપાઈ છે.


જોકે મિડ-ડે પાસે ફોટો છે જેમાં મહાવિતરણની ઑ​ફિસમાં એક્ઝિક્યુટિવની કૅબિનમાં એસી લાગેલું સ્પષ્ટ દેખાય છે. ફોટો મોકલાવીને આ એસી વિશે અનિલ કાંબળેને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે, આ ગ્રેડના અધિકારીઓ માટે એસી વાપરવાનું કાયદેસર નથી.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2022 09:10 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK