Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: મુંબઈ-ગોવા હાઇવેની બિસમાર હાલત વિશે ચર્ચા કરવા રાજ ઠાકરે પહોંચ્યા વર્ષા

News In Shorts: મુંબઈ-ગોવા હાઇવેની બિસમાર હાલત વિશે ચર્ચા કરવા રાજ ઠાકરે પહોંચ્યા વર્ષા

Published : 13 August, 2026 07:24 AM | Modified : 13 August, 2026 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલુ સપ્તાહમાં જ સંબંધિત અધિકારીઓ સાથે એક ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવશે.

રાજ ઠાકરે

રાજ ઠાકરે


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ બુધવારે સવારે મુખ્ય પ્રધાનના સરકારી નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે દેવેન્દ્ર ફડણવીસ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતને પગલે રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો વહેતી થઈ હતી. NSના પદાધિકારીએ જણાવ્યા અનુસાર આ બેઠક મુખ્યત્વે શિવાજી પાર્ક વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ તેમ જ લાંબા સમયથી અટકેલા 
મુંબઈ-ગોવા હાઇવેના નિર્માણકાર્ય વિશે ચર્ચા કરવા માટે યોજાઈ હતી. મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં MNSના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે મુંબઈથી કોકણ તરફ મોટી સંખ્યામાં જતા મુસાફરો માટે મુંબઈ-ગોવા હાઇવે પર આવેલો નાગોઠણે બ્રિજ અને રસ્તાની દુર્દશા અત્યંત ચિંતાનો વિષય બન્યા છે. સંદીપ દેશપાંડેના જણાવવા મુજબ મુખ્ય પ્રધાને રાજ ઠાકરેને ખાતરી આપી છે કે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલુ સપ્તાહમાં જ સંબંધિત અધિકારીઓ સાથે એક ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવશે.

મુંબઈ માટે પાણીનો ૮૯.૪૯ ટકા જથ્થો ઉપબબ્ધ : પાણીકાપ હજી યથાવત્, પણ સ્વિમિંગ-પૂલનો પુરવઠો પુનઃ શરૂ



BMC દ્વારા મુંબઈના સ્વિમિંગ-પૂલનો પાણી-પુરવઠો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈ કાલે સવારે ૬ વાગ્યા સુધી મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં ૧૨,૯૪,૨૭૪ મિલ્યન લીટર (૮૯.૪૯ ટકા) જેટલો ઉપયોગી પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે જેને ધ્યાનમાં રાખીને BMCએ આ રાહત આપી છે. સ્વિમિંગ-પૂલનો ઉપયોગ કરતા નાગરિકોને આ નિર્ણયથી મોટો દિલાસો મળશે. જોકે BMC પ્રશાસને ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે તેમ જ આગામી વરસાદ અને જળસ્તરની સમીક્ષા કરીને આગળના નિર્ણયો લેવામાં આવશે. 


દિલ્હી ઍરપોર્ટ પર હૈદરાબાદ જતા પ્રવાસીની બૅગમાંથી વાંદરાની ખોપરી મળી


નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ (IGI) ઍરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના એક કર્મચારીએ એક પ્રવાસીની હૅન્ડ-બૅગમાં છુપાવેલી વાંદરાની ખોપરી શોધી કાઢી હતી. આ પ્રવાસી દિલ્હીથી હૈદરાબાદ જવાનો હતો. આ પ્રવાસી વિમાનમાં બેસતાં પહેલાં સિક્યૉરિટી ચેક કરાવી રહ્યો હતો ત્યારે પ્રી-એમ્બાર્કેશન સુરક્ષા-તપાસ દરમ્યાન હૅન્ડ-બૅગમાં છુપાવેલી ખોપરી મળી આવી હતી. પૂછપરછ વખતે પ્રવાસીએ જણાવ્યું હતું કે મળી આવેલી વસ્તુ વાંદરાની ખોપરી હતી. વસ્તુની પ્રકૃતિ અને અેના વન્યજીવન સાથેના શંકાસ્પદ જોડાણને ધ્યાનમાં રાખીને પ્રવાસીને વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972ની જોગવાઈઓ હેઠળ વધુ કાનૂની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.

જાંબાઝ જવાનોને રક્ષાબંધન

ગઈ કાલે જમ્મુ ઍન્ડ કાશ્મીરના ઉધમપુરમાં રાખડી બાંધવા આવેલી વિદ્યાર્થિનીઓને આશીર્વાદ આપતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો.

દિલ્હીમાં તિરંગા યાત્રા

ગઈ કાલે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે યોજાયેલી તિરંગા યાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK