ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાઈ-સ્પીડ રોડ પર અચાનક આવું મ્યુઝિક વાગવું એ જોખમી પણ બની શકે છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ભારતનો પ્રથમ મેલડી રોડ તો બન્યો છે, પણ પ્રવાસીઓને મ્યુઝિક સાંભળવાની મજા સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. બ્રીચ કૅન્ડી વિસ્તારના ૬૫૦થી વધુ પરિવારોએ ફરિયાદ કરી છે કે મેલડી રોડ પર વાગતું ‘જય હો’નું મ્યુઝિક સવારે ૬ વાગ્યાથી મધરાત સુધી વાગે છે. આ બાબતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને રહેવાસીઓએ ફરિયાદ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે મેલડી રોડની આસપાસ રહેતા લોકો તેમના ઘરની બારીઓ ખુલ્લી રાખી શકતા નથી અને આખો દિવસ આવતા અવાજને કારણે તેઓ ત્રસ્ત છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાઈ-સ્પીડ રોડ પર અચાનક આવું મ્યુઝિક વાગવું એ જોખમી પણ બની શકે છે.
નવી મુંબઈ ઍરપોર્ટ પર FedEx કાર્ગો હબ માટે ભૂમિપૂજન થયું
ADVERTISEMENT

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર FedEx કાર્ગો હબ ઊભું કરવામાં આવશે. ૨૫૦૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે ૩,૦૦,૦૦૦ ચોરસફુટમાં બનનારું આ હબ ભારતને સાઉથ-ઈસ્ટ એશિયા, વેસ્ટ એશિયા, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કનેક્ટિવિટી આપશે. FedEx હબના ભૂમિપૂજનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણી અને FedEx કૉર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રિચર્ડ સ્મિથ ઉપસ્થિત રહ્યા હતા.
વાતો ઓછી અને કામ વધુ : હિલેરી ક્લિન્ટને ક્લાઇમેટ વીકમાં આપ્યો સંદેશ

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ચાલી રહેલા મુંબઈ ક્લાઇમેટ ચેન્જ વીકમાં અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટને ખાસ હાજરી આપી હતી. ગઈ કાલે ક્લાઇમેટ ચેન્જની કટોકટીને પહોંચી વળવા ‘વાતો ઓછી અને કામ વધુ’ એવો સંદેશ તેમણે આપ્યો હતો.
