Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: બોરીવલીના માગાથાણે બ્રિજ પર ટૂ-વ્હીલરને બચાવવામાં ૪ કાર અને બસ એકબીજાં સાથે અથડાયાં

ન્યૂઝ શોર્ટમાં: બોરીવલીના માગાથાણે બ્રિજ પર ટૂ-વ્હીલરને બચાવવામાં ૪ કાર અને બસ એકબીજાં સાથે અથડાયાં

Published : 17 July, 2026 08:36 AM | Modified : 17 July, 2026 08:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલીમાં માગાથાણે બ્રિજ પર ગઈ કાલે બપોરે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે.

બોરીવલીના માગાથાણે બ્રિજ પર થયેલો અકસ્માત.

બોરીવલીના માગાથાણે બ્રિજ પર થયેલો અકસ્માત.


બોરીવલીમાં માગાથાણે બ્રિજ પર ગઈ કાલે બપોરે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. વરસાદને કારણે બ્રિજ પરથી પસાર થઈ રહેલી બે બાઇક અચાનક સ્લિપ થઈ હતી. બાઇકરને બચાવવા પાછળથી આવી રહેલી એક કારના ડ્રાઇવરને અચાનક બ્રેક મારવી પડી હતી જેના કારણે પાછળ આવી રહેલાં વાહનો એકબીજાં સાથે અથડાયાં હતાં. આ ચેઇન રીઅૅક્શનમાં ચાર કાર અને એક બસ સહિત કુલ પાંચ વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને વધારે ઈજા થઈ નથી. પોલીસે ક્રેનની મદદથી વાહનોને રોડની બાજુમાં ખસેડીને ટ્રાફિક-વ્યવહાર પૂર્વવત કરવા તરત કાર્યવાહી હાથ ધરી હતી. 

કુર્લા સ્ટેશનપર લોખંડનો સળિયો લઈ ભાગતા માથાફરેલ માણસને પોલીસે ઝડપ્યો



કુર્લા રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧ પર એક માથાફરેલ માણસ લોખંડના સળિયા જેવી વસ્તુ હવામાં ફંગોળતો દોડતો હોવાથી ત્યાં હાજર અન્ય પ્રવાસીઓ ભયભીત થઈ ગયા હતા. બુધવારે મોડી રાતે બનેલા આ બનાવ બાદ સ્ટેશન પર હાજર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ તેને તાબામાં લઈ લીધો હતો. હાલ તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હોવાનું GRPએ જણાવ્યું હતું. 
GRPએ આપેલી માહિતી મુજબ તાબામાં લેવામાં આવેલી વ્યક્તિનું નામ સાજિદ અબ્દુલ કરીમ છે તથા તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું તપાસ દરમ્યાન જણાયું હતું. જોકે સાજિદ વિરુદ્ધ કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. વધુ તપાસ અને પૂછપરછ બાદ તેની વિરુદ્ધ કાયકાદીય પગલાં લેવામાં આવશે, એમ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું.


લોકલમાં મહિલાઓ બાખડી, એકે બીજી પર છાંટ્યો પેપર-સ્પ્રે

કસારા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચેની લોકલના લેડીઝ ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં સીટના મુદ્દે થયેલા ઝઘડાના કારણે મહિલાઓના બે જૂથ વચ્ચે બોલાચાલી થતાં એક મહિલાએ બાકી મહિલા પૅસેન્જર પર પેપર-સ્પ્રે છાંટ્યો હોવાની ઘટના ગુરુવારે સવારે બની હતી. CSMT જતાં વખતે પહેલાંથી જ સીટ મળી જાય એ માટે અમુક મહિલાઓ ડોમ્બિવલીથી કલ્યાણ પ્રવાસ કરે છે, જેના કારણે કલ્યાણથી ટ્રેનમાં ચડતી મહિલાઓને બેસવા મળતું નથી. ગુરુવારે પણ પહેલાંથી જ ડોમ્બિવલીથી ટ્રેનમાં સીટ રોકીને બેઠેલી મહિલાઓને જોઈને કલ્યાણથી ટ્રેનમાં ચડેલી મહિલાઓ રોષે ભરાઈ હતી અને તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમ્યાન ડોમ્બિવલીથી ટ્રેનમાં બેસીને આવેલી એક મહિલાએ પોતાની બૅગમાંથી પેપર-સ્પ્રે કાઢીને કલ્યાણ ટ્રેનમાં ચડેલી મહિલાઓ પર છાંટ્યો હતો. 


આઝાદ મેદાનમાં ઊમટ્યા કૉક્રૉચ

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ–અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક કેસને પગલે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે અભિજિત દીપકેની કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)નું સમર્થન કરનારા અને પોતાને કટાક્ષમાં કૉક્રૉચ તરીકે ઓળખાવતા તેના સેંકડો સમર્થકો ગુરુવારે આઝાદ મેદાનમાં જમા થયા હતા. તેમણે એક્ઝામિનેશન સિસ્ટમ પારદર્શક તથા ભ્રષ્ટાચારમુક્ત બનાવાય, ખોટું કરનારાઓને જવાબદાર ઠેરવી કાર્યવાહી કરાય એવી વ્યવસ્થા ઊભી કરવાની માગણી કરી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK