Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: નૅશનલ પાર્કની લોકપ્રિય વનરાણી ફરી પાટે ચડી

ન્યૂઝ શોર્ટમાં: નૅશનલ પાર્કની લોકપ્રિય વનરાણી ફરી પાટે ચડી

Published : 31 March, 2026 10:02 AM | Modified : 31 March, 2026 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય ગાંધી નૅશનલ પાર્કની આગવી ઓળખ ગણાતી વનરાણી ટૉય-ટ્રેન ટેક્નિકલ ખામીને કારણે બંધ થઈ ગઈ હતી,

વનરાણી ટૉય-ટ્રેન

વનરાણી ટૉય-ટ્રેન


સંજય ગાંધી નૅશનલ પાર્કની આગવી ઓળખ ગણાતી વનરાણી ટૉય-ટ્રેન ટેક્નિકલ ખામીને કારણે બંધ થઈ ગઈ હતી, જે રવિવારથી ફરી પાટે દોડતી થઈ છે. ચાર વર્ષના બ્રેક બાદ ૧૪ માર્ચે નવા રૂપમાં શરૂ થયેલી વનરાણી ૧૦ દિવસમાં ફરી બંધ કરવી પડી હતી. એન્જિન અને કોચને જોડતા શાફ્ટમાં ભંગાણ પડવાને કારણે ટ્રેન બંધ રાખવી પડી હતી. સમારકામ અને ટ્રૅકના લેવલિંગનું કામ પૂરું થયા બાદ રવિવારથી વનરાણી ફરી દોડતી થઈ છે. 

મેલડી રોડ પરનો મ્યુઝિકલ ઘોંઘાટ માત્ર રાતપૂરતો બંધ : BMCની સ્પષ્ટતા



કોસ્ટલ રોડ પર બનાવાયેલા મેલડી રોડને બાબતે BMCએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આ વિશેષ રોડને બંધ કરવામાં આવ્યો નથી કે હટાવવામાં પણ આવ્યો નથી, પરંતુ સ્થાનિકોની સુવિધા માટે માત્ર રાતે બૅરિકેડિંગ કરવામાં આવશે. આ એક કામચલાઉ વ્યવસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ દિવસ દરમ્યાન ટ્રાફિકની અવરજવરને અસર પહોંચાડ્યા વિના સ્થાનિક રહીશોની ઘોંઘાટ સંદર્ભની ફરિયાદોનું નિરાકરણ લાવવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK