Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ બાદ હવે હાર્દિકની બૅટ પાછળ પડ્યો રિન્કુ સિંહ! જુઓ ક્રિકેટરનો આ ફની વીડિયો

વિરાટ બાદ હવે હાર્દિકની બૅટ પાછળ પડ્યો રિન્કુ સિંહ! જુઓ ક્રિકેટરનો આ ફની વીડિયો

Published : 30 March, 2026 07:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, તેમ લખ્યું "રિન્કુ સિંહ એક સાચો બૅટ પ્રેમી છે. છેલ્લી વખત, તેણે રોહિત શર્મા પાસેથી બૅટ લીધું હતું. અને આ વખતે, મૅચ સમાપ્ત થતાં જ, તેણે હાર્દિક પંડ્યા સાથે હાથ મિલાવ્યો અને તેની બૅટ લઈને ચાલ્યો ગયો."

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)


IPL 2026 ની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. દરમિયાન ભારતીય ક્રિકેટર અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર રિન્કુ સિંહ બીજા ખેલાડીઓના બૅટ જોવાનો શોખ ધરાવે છે. તેણે ખેલાડીઓ પાસેથી તેમની બૅટ માગી હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. તેણે વિરાટ કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓને તેમના બૅટ આપવા કહ્યું છે. આવી જ બીજી એક ઘટનામાં, રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં MI vs KKR IPL 2026 મૅચ પછી બની. રિન્કુનો મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા સાથે એક મસ્તીભરી હળવી ક્ષણમાં કૅમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શૅર થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રિન્કુ સિંહે હાર્દિક પંડ્યાની બૅટ છીનવી લીધી હતી અને મસ્તી કરતાં તે ત્યાંથી બૅટ લઈને ચાલ્યો ગયો હતો. આ ઘટના મૅચ પછી બની હતી જ્યારે ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા રિન્કુ સિંહ સાથે હાથ મિલાવવા ગયો ત્યારે તેણે હાર્દિક પાસેથી બૅટ લઈ લીધી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.




વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, તેમ લખ્યું "રિન્કુ સિંહ એક સાચો બૅટ પ્રેમી છે. છેલ્લી વખત, તેણે રોહિત શર્મા પાસેથી બૅટ લીધું હતું. અને આ વખતે, મૅચ સમાપ્ત થતાં જ, તેણે હાર્દિક પંડ્યા સાથે હાથ મિલાવ્યો અને તેની બૅટ લઈને ચાલ્યો ગયો."


સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ

આ વીડિયો સામે આવ્યા પછી ઇન્ટરનેટ યુઝર્સે પણ રમુજી પ્રતિક્રિયાઓ આપી. એક યુઝરે કહ્યું, "ભાઈ, ફક્ત બૅટ જ લે, બૅટિંગ ટિપ્સ નહીં." બીજા યુઝરે કહ્યું, "રિન્કુ ફરીથી બૅટ ખરીદવાની ધમાલ મચાવી રહ્યો છે." એક યુઝરે એમ પણ કહ્યું, "રિન્કુ કદાચ બૅટ કલેક્શન કરી નિવૃત્તિ પછી એક મ્યુઝિયમ શરૂ કરશે." બીજા યુઝરે કહ્યું, "મને લાગે છે કે તેણે પોતાના વતનમાં બૅટ વેચવાની દુકાન ખોલી છે." આ વીડિયોમાં રિન્કુ સિંહ હાર્દિક પંડ્યાને બૅટ પરત કરતો જોવા મળ્યો નથી અને યુઝર્સ અનુમાન કરી રહ્યા છે કે તે બૅટ પોતાની સાથે લઈ ગયો હતો.

વિરાટ કોહલી પાસેથી પણ બૅટ માગી હતી

અગાઉ, સોશિયલ મીડિયા પર એક કિસ્સો જોવા મળ્યો હતો, જેમાં રિન્કુ સિંહ ભારતીય બૅટિંગ સ્ટાર વિરાટ કોહલી પાસેથી બૅટ માગતો જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે વિરાટે પહેલા એવું કહ્યું કે તેણે રિન્કુને આગાઉ પણ બૅટ ભેટમાં આપી હતી, જેના પર રિન્કુએ કહ્યું કે તે તૂટી ગયું હતું. જોકે, કોહલીએ તેને તેની ક્રિકેટ કીટમાંથી બીજું બૅટ આપ્યું અને ભેટ મળ્યા પછી રિન્કુ ખુશ થઈ ગયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK