થાણેમાં ખૂલેલી નવી પોસ્ટ-ઑફિસ રહેણાક અને ઇન્ડસ્ટ્રિયલ બન્ને વિસ્તારોને આવરી લેતી હોવાથી સ્થાનિક લોકોને લાભ મળશે.
થાણેમાં ખૂલેલી નવી પોસ્ટ-ઑફિસ
વર્લ્ડ પોસ્ટ ડે નિમિત્તે થાણેમાં નવી પોસ્ટ-ઑફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સર્કલના ચીફ પોસ્ટમાસ્તર અમિતાભ સિંહે ગુરુવારે ભૂમિ વર્લ્ડ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં નવી પોસ્ટ-ઑફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. ૧૮૭૪માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનના સ્થાપનદિન નિમિત્તે દર વર્ષે ૯ ઑક્ટોબરે વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. થાણેમાં ખૂલેલી નવી પોસ્ટ-ઑફિસ રહેણાક અને ઇન્ડસ્ટ્રિયલ બન્ને વિસ્તારોને આવરી લેતી હોવાથી સ્થાનિક લોકોને લાભ મળશે.


