New Bridge Collapsed in Bhivandi:
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)
મુંબઈ નજીક આવેલા ભિવંડીમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા એક નાની નદી પર બનાવવામાં આવેલો એક પુલ પહેલા જ વરસાદમાં ધોવાઈ (New Bridge Collapsed in Bhiwandi) ગયો હતો. બ્રિજ પડી ગયો તે સમયે પુલ પરથી કોઈપણ મુસાફરી કરી રહ્યું ન હતું જેને લીધે મોટી દુર્ઘટના થતાં બચી ગઈ હતી. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે આ પુલ બે મહિના પહેલા જ બનાવ્યો હતો. પુલ ખરાબ સામગ્રીથી બનાવવામાં આવ્યો હતો. આ પુલ તૂટી જવાના કારણે વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના બાદ ભિવંડી અને ગ્રામીણ વિસ્તારોની ટ્રાફિકને અસર થઈ છે. આ વિસ્તારમાં મોટા ભાગે આદિવાસીઓ રહે છે અને પુલ ધોવાઈ જતાં તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન, મજૂર સંગઠને બ્રિજ પડી જતાં ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે.
એક સ્થાનિક સંસ્થાએ બ્રિજના નિર્માણમાં પીડબલ્યુડી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર (New Bridge Collapsed in Bhiwandi) કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે બે મહિના પહેલા બનેલો બ્રિજ ધરાશાયી થતાં બ્રિજના નિર્માણમાં એકદમ નબળી ગુણવત્તાવાળા સમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલા વરસાદમાં જ આ પુલ તૂટી જવાથી પબ્લિક વર્કસ પેટા વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. કુહે ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ સેવક ગણેશ જાધવે પીડબલ્યુડીના ડેપ્યુટી એન્જીનીયર સાથે જૂથ વિકાસ અધિકારી અને તહસીલદારને જાણ કરી પુલને ફરી બનાવવાની માગણી કરી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગામના સરપંચને જ ખબર નથી કે નદીમાં ધોવાઈ ગયેલા પુલની કિંમત અને તે કઈ યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો. સરપંચે જણાવ્યું કે બ્રિજનું નિર્માણ કાર્ય (New Bridge Collapsed in Bhiwandi) સાર્વજનિક બાંધકામ ઉપ-વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડીને કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. આ બાબતે માહિતી મેળવવા ભિવંડી પંચાયત સમિતિના જૂથ વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને પણ આદિવાસીઓની સુવિધા માટે બનાવવામાં આવેલા આ પુલના નિર્માણ અંગે કોઈ માહિતી નહોતી. તેમણે જણાવ્યું કે પુલ નિર્માણ જાહેર બાંધકામ પેટા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સબ-એન્જિનિયરને જ તેના વિશે ખબર પડશે. જાહેર બાંધકામ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ બંધ હતો. શ્રમજીવી સંસ્થાએ જાહેર બાંધકામ વિભાગના નાયબ એન્જિનિયરને પત્ર લખીને સંબંધિત એન્જિનિયર અને બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરીને પડી ગયેલા પુલનું તાત્કાલિક બાંધકામ કરવાની માગણી કરી છે.
પુલ ધરાશાયી થવાના કારણે (New Bridge Collapsed in Bhiwandi) તેનો કાટમાળ પુલની આસપાસના ખેડૂતોના ખેતરોમાં વહી ગયો છે. જેના કારણે પાકને મોટું નુકસાન થયું છે. અહીંના આદિવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પુલ તૂટવાને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલ જવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા અનેક સમયથી આ પુલ બનાવવાની માગણી હતી અને તે બાદ બાંધકામ પેટા વિભાગ દ્વારા નાની નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. જો કે તે માત્ર બે મહિનામાં જ તૂટી જતાં લોકોએ નારાજગી વ્યકત કરી છે.

