મૉડેલા મિલ કમ્પાઉન્ડમાં જામશે રમઝટ, ૬ સપ્ટેમ્બરે ભૂમિપૂજન
ફાઇલ તસવીર
CREDAI MCHI થાણે ફરી એક વાર એનો વાર્ષિક સાંસ્કૃતિક જલસો લઈને આવી રહ્યું છે. થાણે શહેરની ઇમેજને ચાર ચાંદ લગાડનારી ઇવેન્ટ ‘રાસ રંગ થાણે 2025’ની જાહેરાત કરવામાં આવી છે. આ ઇવેન્ટનું આ આઠમું વર્ષ છે.
‘રાસ રંગ થાણે 2025’માં આ વર્ષે મેહુલ ગંગર MGના બૅન્ડ સાથે ગાયકો શ્રીરામ ઐયર, અંબર દેસાઈ, તેજદાન ગઢવી, કવિતા રામ, આરતી વારા અને શીતલ બારોટ ધૂમ મચાવશે.
થાણે-વેસ્ટમાં ટિપ ટૉપ પ્લાઝાની નજીક આવેલા મૉડેલા મિલ કમ્પાઉન્ડમાં યોજાનારા આ નવરાત્રિ ઉત્સવનું ભૂમિપૂજન ૬ સપ્ટેમ્બરે કરવામાં આવશે.


