હનુમાન જયંતીના અવસર પર અમરાવતીમાં સાંસદ નવનીત રાણા (Navneet Rana)અને ધારાસભ્ય રવિ રાણાએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યુ છે.
નવનીત રાણા
6 એપ્રિલે હનુમાન જયંતિ (Hanuman Jayanti)ઉજવવામાં આવે છે. આ ખાસ અવસરે અમરાવતીમાં સાંસદ નવનીત રાણા (Navneet Rana)અને ધારાસભ્ય રવિ રાણાએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યુ છે. મહાવિકાસ અઘાડી સરકાર(MVA)દરમિયાન હનુમાન ચાલીસાનું પઠન કરવા પર રાણા દંપત્તિને14 દિવસની જેલની સજા થઈ હતી. જોકે, હવે રાણા દંપત્તિએ હનુમાન જયંતિના અવસર પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમના સંદર્ભે નવનીત રાણાના મોટા બેનર લાગ્યા છે.
ઉલ્લેખની છે કે આ બેનર પર નવનીત રાણાને હિન્દુ શેરની કહેવામાં આવી છે. ભગવા રંગની શૉલમાં નવનીત રાણાની આ તસવીર ખુબ જ ધ્યાન ખેંચી રહી છે. અમરાવતીમાં 6 એપ્રિલે સામુહિક હનુમાન ચાલીસનો પાઠ કરવામાં આવશે. આ કાર્યક્રમના બૅનર મુંબઈમાં લગાવવામાં આવ્યાં છે. આ બૅનરના સહારે એક વાર ફરી નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.
ADVERTISEMENT
નવનીત રાણાના આ બૅનર્સ પર મહાવિકાસ અઘાડી સરકાર દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવા પર 14 દિવસની જેલ થઈ તે ફોટો લગાવવામાં આવી છે. આ બૅનર પર અમરાવતીમાં આવેલી ભવ્ય હનુમાનજીની પ્રતિમા પણ છે. સાથે જ બૅનરમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હિન્દુત્વહી સાંસ હૈ, ધર્મકી રક્ષાકી આસ..આ બૅનર પર લખવામાં આવ્યું છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવા બદલ ખોટા આરોપસર રાણા દંપતિને 14 દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતાં. બૅનર પર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની તસવીર પણ છે.
આ પણ વાંચો: પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાના સંબંધ પર લાગી મહોર, જુઓ આ ટ્વિટ
અમરાવતીમાં હનુમાન ચાલીસા વાંચવાને લઈ ચર્ચામાં આવેલા રાણા દંપતિની પહેલ પર હનુમાન જીની 111 ફુટ ઊંચી પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. આ મંદિર અમરાવતી શહેરના છત્રી ઝીલ વિસ્તારમાં બની રહ્યું છે. આ સર્વોચ્ચ મૂર્તિનું કામ શરૂ થઈ ચૂક્યુ છે. હનુમાન જયંતીના અવસર પર 6 એપ્રિલે ભૂમિ પૂજન કરવામાં આવશે. આ અવસર પર રાણા દંપતિએ સામુહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવા કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમમાં ભાજપ અને શિવસેનાના દિગ્ગજ નેતાઓ સામેલ થવાની સંભાવના છે.


