Navi Mumbai Fire: આખા વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હોઇ રહેવાસીઓમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. અમૂક વિડીયો પણ વાઇરલ થયા છે જેમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટેગોટા આભમાં જોવા મળ્યા હતા. છેક દૂરથી પણ તે જોઈ શકાતા હતા
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાંથી આગનો બનાવ (Navi Mumbai Fire) સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈના તલોજા મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC) વિસ્તારમાં સ્થિત એક કેમિકલ કંપનીમાં આજે સવારે ભયાવહ આગ ફાટી નીકળી હતી. આગના આ બનાવને પગલે ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર તાબડતોબ અગ્નિશામક દળ ઘટનાસ્થળે આવી ગયું હતું અને આગને કાબૂમાં લેવાના અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસોમાં જોતરાઈ ગયું હતું.
અગ્નિશામકદળ (Navi Mumbai Fire) દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તેઓએ આ આગ આસપાસના એરિયામાં ન ફેલાય એની માટે પણ પૂરતા પ્રયાસ કર્યા હતા. અધિકારીઓએ એએનઆઈને જણાવ્યું હતું કે ધુમાડો આસપાસના વિસ્તારોમાં ફેલાયો હતો, જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. પરંતુ આ આખા બનાવમાં ક્યાંય કોઈને ઇજાઓ અથવા થઈ નથી. જોકે, અહીંના કેમિકલ યુનિટને કેટલું નુકસાન થયું છે તે બાબતે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ આગ એટલી ભીષણ હતી કે આગનો પ્રચંડ ધુમાડો આસપાસના વિસ્તારોમાં પણ ફેલાયો હતો. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હોઇ રહેવાસીઓમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. અમૂક વિડીયો પણ વાઇરલ થયા છે જેમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટેગોટા આભમાં જોવા મળ્યા હતા. છેક દૂરથી પણ તે જોઈ શકાતા હતા. અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર આ બનાવમાં કોઈને પણ ઇજા થઈ નથી.
ADVERTISEMENT
આગ (Navi Mumbai Fire) લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હાલમાં તો એ તપાસ ચાલી રહી છે કે અહીં જે જે કેમિકલ્સ સ્ટોર કરાયા હતા તે કેટલા હાનિકારક હતા અને તેનાથી પર્યાવરણ પર કેટલી અસર થાય તેમ છે. સાવચેતીના ભાગરૂપે નજીકના યુનિટ્સને પણ ચેતવણી આપવામાં આવી છે ઔદ્યોગિક વિસ્તારમાં ઇમરજન્સી પ્રોટોકોલ સક્રિય કરવામાં આવ્યા છે.
પાવર લૂમ ફેક્ટરીમાં ભીષણ આગ
ફાયર વિભાગના (Navi Mumbai Fire)અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે વહેલી સવારે ખોની ગામના સિદ્ધાર્થ નગર વિસ્તારમાં પાવર લૂમ ફેક્ટરીમાં આગ લાગી હતી. સ્થળ પર એક સિલિન્ડર ફાટતાં પરિસ્થિતિ વધારે વકરી હતી. જેમાં એક ફાયર ફાઇટર ઘાયલ થયો હતો. બાદમાં ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આગને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવી હતી.
અંધેરીની આગની ઘટના પણ ભયાવહ
મુંબઈના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં લાગેલી આ ગમાંથી ચાલીસ લોકોને બચાવી લેવાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટનાની વાત કરીએ તો ગુરુવારે સવારે મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં 23 માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ લગભગ ચાલીસ લોકો ફસાયા હતા. વીરા દેસાઈ રોડ પર કન્ટ્રી ક્લબ નજીક સોરેન્ટો ટાવરમાં સવારે 10 વાગ્યાની આસપાસ આગ લાગી હતી પણ આ આગમાં કોઈ ઘાયલ થયું ન હતું.


