Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીની મુંબઈ યાત્રા પહેલા દક્ષિણ મુંબઈ અને અંધેરીમાં ટ્રાફિક ડાયવર્ઝન શરૂ

PM મોદીની મુંબઈ યાત્રા પહેલા દક્ષિણ મુંબઈ અને અંધેરીમાં ટ્રાફિક ડાયવર્ઝન શરૂ

10 February, 2023 10:33 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi Mumbai Visit) મુંબઈના પ્રવાસે આવતા હોવાથી અમૂક રૂટ પર ટ્રાફિક (Traffic Diversion) ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે જેની માહિતી મુંબઈ ટ્રાફિક પોલીસે પહેલાથી જ આપી દીધી છે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


10 ફેબ્રુઆરીના રોજ એક નિયોજિત સાર્વજનિક સમારોહને કારણે, શહેરના કેટલાક ભાગમાં ટ્રાફિક પ્રભાવિત થશે. મુંબઈ ટ્રાફિક પોલીસે આજે એક ટ્વીટ કરીને આ માહિતીની જાહેરાત કરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi Mumbai Visit) મુંબઈના પ્રવાસે આવતા હોવાથી અમૂક રૂટ પર ટ્રાફિક (Traffic Diversion) ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે જેની માહિતી મુંબઈ ટ્રાફિક પોલીસે પહેલાથી જ આપી દીધી છે.

ટ્રાફિક પોલીસે એક ટ્વીટમાં કહ્યું કે કાલે બપોરે 2 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી કોલાબા, રીગલ જંક્શન અને પી ડમેલો રોડ પરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની આસપાસ આવાગમન થોડું પ્રભાવિત રહેશે.



આ સિવાય, ડોમેસ્ટિક એરપૉર્ટથી એલીવેટેડ રોડના માધ્યમે મરોળ સુધી આવાગમન સાંજે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ડાયવર્ટ કરી દેવામાં આવશે


નરેન્દ્ર મોદી કાલે પહોંચશે મુંબઈ આમ થવાથી ટ્રાફિકમાં આ ફેરફાર થઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.45 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. તેઓ લખનઉથી આવશે અને ઍરપૉર્ટથી સીધા સીએસએમટી તરફ જશે.


આ પણ વાંચો : Mumbai: ચાર સંસ્થાઓનાં સથવારે ભાષાનુશીલન કાર્યશાળાનું આયોજન થયું સફળ, જુઓ તસવીરો

અહીં તે બે રોડ પ્રૉજેક્ટ- સાંતાક્રૂઝ ચેમ્બૂર લિંક રોડ અને કુરાર અંડરપાસ પ્રૉજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યાર બાદ, લગભગ 4.30 વાગ્યે, તેઓ મુંબઈમાં દાઉદી બોહરા સમુદાય દ્વારા ચલાવવામાં આવતા અલજામિયા-તુસ-સૈફિયાહના નવા પરિસરનું ઉદ્ઘાટન કરશે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2023 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK