Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે સમજાવ્યાં જીવન-ઉપયોગી એવાં અનેક સૂત્રો

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે સમજાવ્યાં જીવન-ઉપયોગી એવાં અનેક સૂત્રો

Published : 21 September, 2026 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે સમજાવ્યાં... મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર જપ સાધનામાં મંત્રોચ્ચારની ઊર્જા, ગુરુભક્તિ અને જીવન-ઉપયોગી એવાં અનેક સૂત્રો

મંત્રોચ્ચાર જ્યારે હૃદયના ઉત્કૃષ્ટ અહોભાવ અને નાભિના નાદથી પ્રગટે ત્યારે મંત્ર સિદ્ધિ અપાવી શકે છે. - નમ્રમુનિ

મંત્રોચ્ચાર જ્યારે હૃદયના ઉત્કૃષ્ટ અહોભાવ અને નાભિના નાદથી પ્રગટે ત્યારે મંત્ર સિદ્ધિ અપાવી શકે છે. - નમ્રમુનિ


ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના દિવ્ય સાંનિધ્યમાં રવિવારે ઘાટકોપર ખાતે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર જપ-સાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુરુદેવે ભગવાન પાર્શ્વનાથની સ્તુતિરૂપ ‘શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર’નાં રહસ્યોને તેમની આગવી રસાળ શૈલીમાં સમજાવ્યાં હતાં.
પરમ ગુરુદેવે આચાર્ય ભદ્રબાહુસ્વામી દ્વારા ‘મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર’ની રચના થઈ હોવાની કથા કહી હતી. એ સાથે જ સમ્યક મંત્રોચ્ચારની વિધિ સમજાવતાં ગુરુદેવે ‘હંસ ગતિ, સિંહનાદ, હસ્તી ગતિ અને સર્પ ગતિ’ દ્વારા લયબદ્ધ તથા આરોહ-અવરોહ સાથે મંત્રોચ્ચાર કરવાની પદ્ધતિ સમજાવી હતી.
આ અવસરે જીવન-ઉપયોગી અનેક સુંદર સૂત્રો આપતાં ગુરુદેવે જણાવ્યું હતું કે સફળતાનો યશ પ્રભુ અને ગુરુને અર્પણ કરવો જોઈએ, કારણ કે જે યશને અર્પણ કરે છે તેને ક્યારેય અપયશ મળતો નથી. 
ગુરુ-શિષ્ય સંબંધની મહત્તા સમજાવતાં ગુરુદેવે કહ્યું કે ‘વ્યક્તિનો વિનય તેને સર્વ ક્ષેત્રે સફળતા અપાવે છે. શિષ્ય જ્યારે ગુરુની આજ્ઞાનો વાહક બની જાય છે ત્યારે ગુરુ પણ તેના ચાહક બની જાય છે.’ 
કોઈ પણ શબ્દોનો માત્ર અર્થ નહીં પરંતુ એનો ગૂઢાર્થ અને રહસ્ય સમજવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે કિનારે ફક્ત છીપલાં કે કોડી મળે છે, જ્યારે સાગરના ઊંડાણમાં રત્નો મળે છે.
આ અવસરે મહાસતીજીઓ દ્વારા પાડોશી સાથેના સૌજન્યનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. ગુરુદેવે પાડોશી સાથે સદ્ભાવના અને માનવતાભર્યો વ્યવહાર જાળવવાની પ્રેરણા આપી હતી. 
કાર્યક્રમ દરમ્યાન પરમ ગુરુદેવના ૫૬મા જન્મોત્સવ અંતર્ગત ૨૬-૨૭ સપ્ટેમ્બરે યોજાનારા ‘માનવતા મહોત્સવ’ની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. એમાં ૨૦થી ૨૬ સપ્ટેમ્બર સુધીમાં ભાવિકો ૫૬ કલાકની મૌન સાધના અર્પણ કરશે. આ ઉપરાંત રિક્ષાચાલકો, શાકભાજી વેચનારાઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા ઘરમાં સેવા આપતા ગૃહસેવકોનું સન્માન જેવા માનવતાભર્યા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. સાથે ૨૦૨૬ની ૨૯ નવેમ્બરે યોજાનારા દીક્ષા-મહોત્સવની પણ માહિતી આપવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK