Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દીકરી કિડનૅપ થયાના ૭ દિવસ પછીયે પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો મમ્મીનો આરોપ

દીકરી કિડનૅપ થયાના ૭ દિવસ પછીયે પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો મમ્મીનો આરોપ

Published : 02 June, 2026 10:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંચ-બ્રેક દરમ્યાન ઘરે ન આવી એટલે મમ્મીએ ફરિયાદ નોંધાવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાલાસોપારા-ઈસ્ટમાંથી ૧૭ વર્ષની ટીનેજર કિડનૅપ થવાની ફરિયાદને પોલીસ ગંભીરતાથી ન લઈ રહી હોવાનો આરોપ તેની મમ્મીએ કર્યો છે. આ મામલે ટીનેજરની મમ્મી પ્રીતિ પાઠકનો આરોપ છે કે સત્તાવાર રીતે નાલાસોપારામાં જ રહેતા વકીલ પઠાન નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો હોવા છતાં પોલીસ કેસમાં ઢીલ કરી રહી છે. 

પેલ્હાર પોલીસે નોંધેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ પ્રીતિ પાઠકની દીકરી નજીકમાં જ રહેતી ફૅક્ટરીમાં કામ કરે છે અને દરરોજ બપોરે જમવા દોઢ વાગ્યાની આસપાસ ઘરે આવે છે. જોકે ૨૬ મેએ તે ઘરે ન આવતાં ૧.૪૦ વાગ્યે પ્રીતિ પાઠકે દીકરીને ફોન કર્યો હતો, જેનો કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.



પ્રીતિ પાઠકે ફૅક્ટરીમાં જઈને પૂછપરછ કરતાં ફૅક્ટરીના માલિકે જણાવ્યું હતું કે બે જણે ફૅક્ટરીમાં આવીને ટીનેજર સાથે ઝઘડો કર્યો હતો અને તેની મારપીટ કરી હતી તથા તેનો ફોન છીનવીને તેને ઉપાડી ગયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ ઘટનાને સાત દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી એવો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લે તે નાલાસોપારા રેલવે-સ્ટેશન પર દેખાઈ હતી, ત્યાર પછી તેના કોઈ સમાચાર નથી એવું પ્રીતિ પાઠકે જણાવ્યું હતું.   


વિવિધ ટીમ બનાવી ટીનેજરને શોધવા પ્રયત્ન શરૂ : પેલ્હાર પોલીસ

ટીનેજરને શોધવામાં થઈ રહેલા વિલંબ વિશે ‘મિડ-ડે’એ પૂછપરછ કરતાં પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન કાંબળેએ કહ્યું હતું કે ‘અમે ટીનેજરને શોધવાના બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ. ત્રણ ટીમ બનાવી તેની શોધ શરૂ કરી છે અને એ સિવાય તેને ઓળખતા લોકોની પૂછપરછ, મોબાઇલ ટ્રૅકિંગ, ટેક્નિકલ સર્વિલિયન્સ બધાની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત કેસની કિડનેપિંગ સિવાય કોઈ અન્ય બાજુ પણ છે કે નહીં એની તપાસ પણ થઈ રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK