Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેરા ભારત બદલ રહા હૈ, મેરા ભારત બદલ ગયા હૈ

મેરા ભારત બદલ રહા હૈ, મેરા ભારત બદલ ગયા હૈ

12 February, 2024 09:20 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

આવો કંઈ સુખદ અનુભવ કર્યો નાલાસોપારામાં રહેતાં કચ્છી મહિલા પ્રવાસીએ

પરિવાર સાથે યાત્રાએ ગયેલાં દીપા સતરાએ ભારતના રેલવે પ્રવાસનો સુખદ અનુભવ માણ્યો હતો

પરિવાર સાથે યાત્રાએ ગયેલાં દીપા સતરાએ ભારતના રેલવે પ્રવાસનો સુખદ અનુભવ માણ્યો હતો


આવો કંઈ સુખદ અનુભવ કર્યો નાલાસોપારામાં રહેતાં કચ્છી મહિલા પ્રવાસીએ : તેઓ સમેતશિખરજીની યાત્રા પૂરી કર્યા બાદ પરિવાર સાથે આવી રહ્યાં હતાં ત્યારે ટ્રેનમાં અચાનક જ તબિયત બગડતાં રેલવેની મદદ માગવામાં આવી : ત્યારે મદદ તો મળી જ, પણ એના માટે હૉલ્ટ ન હોવા છતાં માણિકપુર રેલવે સ્ટેશને ટ્રેન ઊભી રાખવામાં આવી

ભારત જેમ ડિજિટલ યુગ બની રહ્યું છે એ રીતે રેલવે તંત્ર પણ બદલાયું છે અને અત્યાધુનિક સાથે ઝડપી સેવા પણ પૂરી પાડે છે. એથી ભારત બદલ રહા હૈ અને મેરા ભારત બદલ ગયા હૈ એ પંક્તિનો ખરો અનુભવ નાલાસોપારા-વેસ્ટમાં પાનબાઈનગરમાં રહેતાં કચ્છી મહિલા પ્રવાસી દીપા સતરાએ. પરિવારના સભ્યો સાથે સમેત શિખરજીની યાત્રા પર જઈને પાછા મુંબઈ આવી રહેલાં દીપા સતરાને અચાનક અસહય પેટમાં વીટ આવવા લાગી, ઉલટી, જુલાબ થવા લાગ્યું અને પેટમાં પાણી સુધ્ધાં રહેતું નહોતું. પરિવારના સભ્યો પાસે રહેલી તમામ દવાઓ આપી જોઈ પરંતુ કોઈ જ અસર થઈ નહોતી અને દુખાવો અસહય બન્યો હતો. હવે બચીશ કે નહીં એવો અનુભવ કરી ગયેલા દીપા સતરાને મદદ કરવા એ સમયે રેલવે દ્વારા હોલ્ટ ન હોય એવા સ્ટેશન પર ટ્રેન રોકાવવામાં આવી અને ડૉક્ટરની મદદ કરતી ટીમ તાત્કાલિક આવીને તપાસ કરીને દવા આપીને ગઈ અને એ બાદ દીપાબહેને રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ટ્રેનમાં પ્રવાસ કરનાર દીપા સતરાના પરિવારજનો પણ નવાઈ પામ્યા કે રેલવેએ પ્રવાસીની મદદ કરવા એટલાં જલદી અને આવા પ્રયાસો કર્યા હતા.નાલાસોપારામાં રહેતાં અને ગુંદાલા ગામના દીપા સતરાએ મિડ-ડેને આ બનાવ વિશે જણાવતાં કહયું હતું કે ‘વર્ષો પહેલાં રેલવેમાં પ્રવાસ કરતી વખતે તમને કોઈ તાત્કાલિ સેવા મળી રહે તો નસીબ એવું હતું. પરંતુ હવે બદલતા ભારતમાં રેલવે પ્રવાસ દરમ્યાન મારા સાથે સુખદ અનુભવ થયો હતો. જયાં ભારતીય રેલવે તંત્ર મુસાફરોની સુવિધા માટે સતત કાર્યરત છે એવો અનુભવ થયો છે. અમે ૭૩ જણ જેટલા પ્રવાસીઓ જે મુંબઈભરમાં રહેતાં મારા કુંટુંબીજનો સમેત શિખરજીની યાત્રા કરી કરવા ગયા હતા. મુંબઈથી જતી વખતે અમે બધા ખુબ સારી રીતે ગયા હતા. પરંતુ, બે ફેબ્રુઆરીના પાછા મુંબઈ આવતી વખતે અમે પાટલી પુત્ર સ્ટેશનથી એલ.ટી.ટી સુપર ફાસ્ટ એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરી રહયા હતા. સવારે અગિયાર વાગ્યાની આસપાસ ટ્રેનમાં ચડ્યાં બાદ અમે બપોરે એક વાગ્યાની આસપાસ જમ્યા હતા. જમ્યાને એકાદ કલાક બાદ મને ફૂડ પોઈઝન જેવું થઈ ગયું હતું. અચાનક જ સતત ઉલટી થવા લાગી અને એની સાથે ઝાડા થવ લાગ્યા હતા. પેટમાં એવી વીટ આવવા લાગી કે અસહય જ બની ગયું હતું. ઉલટી-ઝાડાને કારણે ખૂબ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી. મારી હાલત વધુ ને વધુ ખરાબ થઈ રહી હતી. શું થઈ રહયું છે કંઈ સમજાય રહયું નહોતું અને બચીશ કે નહીં એવો સુધ્ધાં વિચાર આવી ગયો હતો. સાથે પ્રવાસ કરી રહેલાં કુંટુંબીજનોએ થાય એટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હાલત વધુ ખરાબ થતી જ હતી.’


રેલવેની આવી સેવા જોતાં ભારત બદલી રહયો હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ કરવા ઈચ્છુ છું એમ કહેતાં દીપાબહેન કહે છે કે ‘મારી હાલતના કારણે આ ઓચિંતી મેડીકલ એમરજન્સી આવતાં અમારી સાથે પ્રવાસ કરી રહેલાં તુષારભાઈ હરીયાએ ‘કચ્છ જન જાગૃતિ અભિયાન’ ની હેલ્પ લાઈન 9324330330 પર સંપર્ક કરી મેડિકલ સહાય માટે વિનંતી કરી હતી. આ મેસેજ રેલવે તંત્રના સંબંધિત વિભા સુધી પહોંચાડતાની સાથે જ હોલ્ટ ન હોવા છતાં પહેલું જે સ્ટેશન આવી રહયું હતું ત્યાં થોડો વખત હૉલ્ટ કરીને ડૉક્ટરે તપાસ કરીને સારવાર આપી હતી. એક સ્ટેશન પછી બીજા સ્ટેશન વચ્ચે ત્રણ કલાકનો અંતર હોવાથી કચ્છ જન જાગૃતિ અભિયાન સ્મિત હેલ્પ લાઈનની મદદથી વચ્ચે સ્પેશિયલ સ્ટોપ આપી વૈદકીય સારવાર અપાય હતી. સરકારી તંત્ર પાસેથી આવી તાત્કાલિક સેવાની અપેક્ષા માટે આશા રાખતા ન હોઈએ. પણ ભારત બદલાયો છે હવે અહીં માનવના જીવની કિંમત અને કદર થઈ રહી છે. એથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન કહેવા માગું છું. તેમ જ આવા કઠિણ સમયે જ્યારથી સેવા માટે આવેદન કર્યું ત્યારથી સારવાર મેળવ્યા સુધી અને છેક બીજા દિવસે પણ ટેલિફોનીક સંપર્કમાં રહેવા બદલ  કચ્છ જન જાગૃતિ અભિયાનના પ્રતિનિધિ દિનેશ હેમરાજ વિસરીયા અને ટીમે પણ ખૂબ મદદરૂપ થયા હતા.’

જયારે કે કચ્છ જન જાગૃતિ અભિયાનના પ્રતિનિધિ દિનેશ વિસરીયાએ મિડ-ડેને કહયું હતું કે ‘અમને હેલ્પલાઈન નંબર પર ફોન આવતાં તરત જ મદદ માટે જાણ કરતાં રેલવેથી કહયું કે ત્રણ કલાકના અંતરે સ્ટેશન આવી રહયું છે. ત્યારે અમે કહયું કે તેમની હાલત વધુ પડતી ખરાબ છે અને પ્રવાસી વેદના સહન કરી શકી રહયું નથી. એટલે રેલવેના સ્ટાફે મને કહયું કે હમ કુછ દેખતે હૈ. પછી નવાઈ પામીએ એમ હોલ્ટ ન હોવા છતાં ટ્રેનને રોકાવી અને મેડિકલ સહાય અપાતાં પ્રવાસીએ રાહત અનુભવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 09:20 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK