આ પ્રસંગે વડાપ્રધાને મુંબઈની સાથે મહારાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, “મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને તેને વિશ્વની આર્થિક રાજધાની બનાવવાનું મારું સપનું છે.”
તસવીર: પીટીઆઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે પહેલીવાર મહારાષ્ટ્રની મુલાકાત લીધી છે. નરેન્દ્ર મોદીએ રાજધાની મુંબઈ (PM Modi in Mumbai)ના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા મહત્વાકાંક્ષી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ (તબક્કો III) હેઠળ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ ટ્વીન ટનલનો શિલાન્યાસ કર્યો હતો. આ સમારોહ ગોરેગાંવના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં યોજાઈ રહ્યો છે અને 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન મોદી (PM Modi in Mumbai)એ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને મુંબઈની સાથે મહારાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, “મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને તેને વિશ્વની આર્થિક રાજધાની બનાવવાનું મારું સપનું છે.”



