Mumbai Weather Updates: આજે શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા; મુંબઈ અને તેના ઉપનગરોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ફાઈલ તસવીર
ભારતીય હવામાન વિભાગ - આઇએમડી (India Meteorological Department - IMD)ના તાજેતરના મુંબઈ (Mumbai) હવામાન અપડેટ્સ અનુસાર (Mumbai Weather Updates), આજે શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, અને મુંબઈ અને તેના ઉપનગરોમાં ક્યારેક ક્યારેક હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
ગુરુવારે IMDની સાંતાક્રુઝ (Santacruz) વેધશાળામાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, મુંબઈ હવામાન અપડેટ્સ અનુસાર, કોલાબા (Colaba) વેધશાળામાં મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ADVERTISEMENT
૨૯ મેના રોજ સવારે 8:00 વાગ્યાથી 30 મેના રોજ સવારે 8:00 વાગ્યા સુધીના ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન, શહેરમાં ઓછામાં ઓછો વરસાદ નોંધાયો હતો. શહેરમાં 0.01 મીમી, પૂર્વીય ઉપનગરોમાં 0.17 મીમી, જ્યારે પશ્ચિમી ઉપનગરોમાં થોડો વધુ 0.63 મીમી વરસાદ નોંધાયો હતો.
દિવસ દરમિયાન ભરતી-ઓટની પ્રવૃત્તિમાં બપોરે 2:42 વાગ્યે મોટી ભરતી 4.64 મીટર સુધી પહોંચવાની શક્યતા છે. આવતીકાલે વહેલી સવારે 2:21 વાગ્યે ફરી એક મોટી ભરતી આવવાની શક્યતા છે, જે 3.86 મીટર સુધી વધી શકે છે. આજે રાત્રે 8:51 વાગ્યે 1.64 મીટરના સ્તર સાથે નીચી ભરતી આવશે, ત્યારબાદ આવતીકાલે સવારે 8:20 વાગ્યે 0.79 મીટરની બીજી ભરતી આવશે.
દરમિયાન, રાજ્ય સરકારના એક અહેવાલમાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસમાં મહારાષ્ટ્ર (Maharashtra)માં ભૂસ્ખલન, વીજળી પડવા, ઝાડ કે માળખું પડવા જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં સોળ લોકોના મોત થયા છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં થતાં જ ૨૪ મેથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રાજ્યના લગભગ તમામ પ્રદેશો પ્રભાવિત થયા હતા. રાજ્ય સરકારના અહેવાલમાં જણાવાયું છે, કે પુણે (Pune) જિલ્લામાં ત્રણ મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ થાણે (Thane), લાતુર (Latur) અને ભંડારા (Bhandara)માં બે-બે મૃત્યુ થયા છે. જ્યારે રાયગઢ (Raigad), અહિલ્યાનગર (Ahilyanagar), નાગપુર (Nagpur), વર્ધા (Wardha), ચંદ્રપુર (Chandrapur), મુંબઈ ઉપનગરીય અને ગોંદિયા (Gondia) જિલ્લામાં એક-એક મૃત્યુ થયું છે. આ ઉપરાંત, ૨૪ મેથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૮ લોકો ઘાયલ થયા છે, એમ અહેવાલમાં જણાવાયું છે. એટલું જ નહીં, રાજ્યમાં ભારે હવામાનની ઘટનાઓમાં ૪૧ પ્રાણીઓના મોત થયા છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, 24-28 મે દરમિયાન સિંધુદુર્ગ અને રત્નાગિરી (Ratnagiri)ના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અનુક્રમે 511 મીમી અને 502 મીમી વરસાદ પડ્યો છે. રાયગઢમાં 132 મીમી, થાણેમાં 132 મીમી, અહિલ્યાનગરમાં 215 મીમી અને પુણેમાં 267 મીમી વરસાદ પડ્યો છે, એમ તેમાં ઉમેર્યું હતું.
વરસાદની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (National Disaster Response Force) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (State Disaster Response Force)ની ટીમો તૈનાત કરવામાં આવી છે.


