Mumbai Weather Updates: આજે હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદ તથા ગાજવીજ સાથે વાછંટની ચેતવણી આપતા ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે; શહેરો AQI ૩૧ નોંધાતા હવાની ગુણવત્તા `સારી` શ્રેણીમાં જળવાઈ રહી છે; મુંબઈના તળાવોમાં પાણીનો જથ્થો ૮૮.૭૬ ટકાએ પહોંચ્યો
ફાઇલ તસવીર
ગુરૂવારે સવારે મુંબઈ (Mumbai)માં ચોમાસાના માહોલ વચ્ચે મધ્યમ વરસાદ, વાદળછાયું આકાશ અને તેજ પવન જોવા મળ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા આજે મુંબઈ માટે ‘યલો એલર્ટ’ (Yellow alert in Mumbai today) જાહેર કરવામાં આવ્યું છે અને ભારે વરસાદ તથા ગાજવીજ સાથે વાછંટની ચેતવણી આપવામાં આવી છે. જોકે, સપ્તાહના બાકીના દિવસો માટે શહેર માટે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.
આજે ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, મુંબઈ (Mumbai Rains) અને તેના ઉપનગરોમાં દિવસ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે અને ભારે વરસાદ પડી શકે છે. જોકે સમગ્ર વિસ્તારમાં વ્યાપક ભારે વરસાદની શક્યતા નથી, પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ક્યારેક તેજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
વરસાદના તીવ્ર ઝાપટાં દરમિયાન પવનની ગતિ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આજે શહેરનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગુરૂવારે સવારે લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પાલઘરમાં ચોમાસાની સ્થિતિ જળવાઈ રહેશે
મુંબઈ અને તેના પડોશી જિલ્લાઓમાં બુધવારે મધ્યમ વરસાદ થયો હતો, અને મુંબઈ તથા પાલઘર (Palghar) જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાન આવી જ ચોમાસાની સ્થિતિ જળવાઈ રહેવાની શક્યતા છે.
થાણેમાં પણ યલો એલર્ટ
IMD દ્વારા ગુરૂવાર માટે થાણે (Thane) માટે ‘યલો એલર્ટ’ અને રાયગઢ (Raigadh) માટે ‘ઓરેન્જ એલર્ટ’ (Orange Alert) પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના અન્ય કેટલાક ભાગોમાં પણ મધ્યમ વરસાદની અપેક્ષા છે.
મુંબઈનો એકંદર AQI `સારો` જળવાઈ રહ્યો
ચાલુ ચોમાસાના કારણે મુંબઈની હવાની ગુણવત્તા (Mumbai`s air quality) આરોગ્યપ્રદ શ્રેણીમાં જળવાઈ રહી છે. સત્તાવાર આંકડા અનુસાર, ગુરૂવારે સવારે શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (Air Quality Index - AQI) ૩૧ નોંધાયો હતો, જે તેને `સારી` શ્રેણીમાં રાખે છે. પ્રમાણભૂત AQI વર્ગીકરણ મુજબ, ૦ થી ૫૦ વચ્ચેનો આંકડો સારો ગણવામાં આવે છે, જે સ્વચ્છ હવા અને સામાન્ય જનતા માટે ન્યૂનતમ સ્વાસ્થ્ય જોખમ દર્શાવે છે.
મુંબઈના તળાવોમાં પાણીનો જથ્થો ૮૮.૭૬ ટકા
ભાંડુપ માસ્ટર કન્ટ્રોલ સેન્ટર (Bhandup Master Control Centre) ખાતે આવેલા હાઇડ્રોલિક એન્જિનિયર્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત તળાવો (Mumbai Water Levels) માં ગુરૂવાર, ૬ ઓગસ્ટે સવારે ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૮૪,૬૦૮ મિલિયન લીટર પાણીનો જથ્થો નોંધાયો છે, જે તેમની કુલ ક્ષમતાના ૮૮.૭૬ ટકા જેટલો થાય છે.
પાણીનો આ વર્તમાન જથ્થો ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં વધુ છે, જ્યારે આ જળાશયોમાં ૧૨,૯૧,૫૭૭ મિલિયન લીટર (૮૯.૨૭ ટકા) પાણી હતું. જોકે, વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં તળાવોની વર્તમાન જળસપાટી નોંધપાત્ર રીતે ઓછી છે, જેમાં ૧૩,૦૩,૫૮૦ મિલિયન લીટર પાણી હતું, જે કુલ ક્ષમતાના ૯૦.૦૭ ટકા હિસ્સો ધરાવતું હતું.
