Mumbai Stock Trading Fraud: બિઝનેસમેનને એક વોટ્સએપ ગ્રુપમાં સુદ્ધાં એડ કરવામાં આવ્યો હતો. જેની પર સૌ વળતરના સ્ક્રીનશોટ્સ શેર કરતા હતા.
ટ્રેડિંગ માટે વાપરવામાં આવેલી ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- આ બિઝનેસમેને 48.25 લાખ રૂપિયા ગુમાવી દીધા છે
- વેપારીને અવારનવાર ઑનલાઇન ક્લાસ અને વર્કશોપ પણ આપવામાં આવતા હતા
- શરૂઆતમાં તો વેપારી વેબસાઇટ પરથી નફો કાઢી શક્યો હતો
સ્ટોક ટ્રેડિંગમાં બમણું વળતર મેળવવું કોને ન ગમે? પણ જ્યારે રોકાણ કર્યું હોય અને લાખો રૂપિયાનો ચૂનો લાગી જાય તો? હા, અંધેરીમાં રહેતા 51 વર્ષીય વેપારી સાથે આવું જ કૈંક બન્યું છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર શેર ટ્રેડિંગમાં લાભના લાલચમાં આવીને આ બિઝનેસમેને 48.25 લાખ રૂપિયા ગુમાવી (Mumbai Stock Trading Fraud) દીધા છે.
આ રીતે વેપારી છેતરપિંડી કરનારાઓની જાળમાં ફસાયો!
ADVERTISEMENT
સૌ પ્રથમ તો અંધેરીના મરોલ વિસ્તારમાં રહેતા વેપારીને 08 ઓક્ટોબરે એક અજાણી સ્ત્રીનો વોટ્સએપ મેસેજ આવે છે. તેને એવું કહેવામાં આવે છે કે હું બંગલુરુ સ્થિત કંપનીની અધિકારી બોલી રહી છું. અને ત્યારબાદ લલચામણી આપી હતી કે શેર ટ્રેડિંગમાં રોકાણથી સારું વળતર મળી શકે છે. પછી આ બિઝનેસમેનને એક વોટ્સએપ ગ્રુપમાં સુદ્ધાં એડ કરવામાં આવે છે. આ વૉટસએપ ગ્રૂપમાં જુદા જુદાં લોકો રોકાણ કર્યા બાદ મળનારા વળતરના સ્ક્રીનશોટ્સ શેર કરતા. આ બધા મેસેજ જોઈને વેપારીને વધુ વિશ્વાસ બેસતો ગયો.
વોટ્સેપ ગ્રુપ અને પછી ઓનલાઈન વર્કશોપ! ફસાવવાની જબરી રીત
તમને જણાવી દઈએ કે આ વેપારીને ફસાવવા માટે તો સૌ પ્રથમ છેતરનારાઓ (Mumbai Stock Trading Fraud)એ ઑનલાઇન સ્ટોક ટ્રેડિંગ વર્કશોપનું આયોજન કર્યું. આ વર્કશોપમાં વેપારીએ ભાગ લીધો હતો. અને આ જ વર્કશોપમાં વેપારી પાસે ટ્રેડિંગ માટે બનાવટી વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવડાવવામાં આવ્યું હતું.
છેતરપિંડી કરનારાઓ આ વેપારીને અવારનવાર ઑનલાઇન ક્લાસ અને વર્કશોપ પણ અપાવતા. એમ કરતાં કરતાં એક દિવસ તેઓએ એક લિંક શેર કરી જ્યાં આ વેપારીનું ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવામાં આવ્યું. આ એક એવું પ્લેટફોર્મ હતું જ્યાંથી વેપારી પોતાનું રોકાણ (Mumbai Stock Trading Fraud) કરતો અને પછી તે વેબસાઇટ પર તેમની કમાણી અને પ્રોફિટ જોઈ શકતો હતો.
આ રીતે છેતરનારાઓએ વેપારીને વિશ્વાસ અપાવ્યો
Mumbai Stock Trading Fraud: તમને જણાવી દઈએ કે શરૂઆતમાં તો વેપારી વેબસાઇટ પરથી નફો કાઢી શક્યો. એટલે તેને આ વેબસાઇટ પર વિશ્વાસ બેસી ગયો. અને પછી તેણે વધુ રોકાણ કરવાનું નક્કી કર્યું. આમ થવાથી 14 જાન્યુઆરીથી 09 ફેબ્રુઆરી સુધી આ વેપારીએ કુલ 48.25 લાખ રૂપિયા લગભગ 23 ટ્રાંઝેક્શન કરીને ખર્ચી નાખ્યા. જેથી તેને પહેલાંની જેમ વધુ નફો મળી શકે. પણ કમનસીબે આ વેપારી પછી જ્યારે એ નફો કાઢવા ગયો ત્યારે તે ન થઈ શક્યું. વળી, તેમાં વેપારીને વધુ 95 લાખ રૂપિયા રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું. પછી આરોપીનું ટ્રેડિંગ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા હેઠળ વિવિધ કલમોથી આરોપીઓ સામે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે.

