Thane Crime News: આરોપીએ જે મહિલા ખેલાડીનું મોત નિપજાવ્યું છે તેને પ્રેમ કરતો હતો. પરંતુ તેને શંકા હતી કે આ મહિલા ખેલાડી અન્ય કોઈના પ્રેમમાં છે.
હત્યાની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- કોચે તેના ખેલાડીનું ગળું દબાવ્યું હતું
- હત્યાના દિવસે યુવતી ઘરે એકલી હતી
- આરોપીને શંકા હતી કે તે તેના મોબાઈલ ફોન પર કોઈ અન્ય પ્રેમી સાથે વાત કરી રહી છે
થાણેમાંથી એક ચોંકાવનાર સમાચાર (Thane Crime News) સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેમાં 17 વર્ષના કબડ્ડી ખેલાડીની હત્યા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ ખેલાડીની હત્યા તેના જ 23 વર્ષના કબડ્ડી કોચે કરી છે.
આટલી ક્રૂરતાથી કોચ બન્યો કાતિલ!
ADVERTISEMENT
એવા અહેવાલ છે કે સૌ પ્રથમ તો આ ક્રૂર કોચે તેના ખેલાડીનું ગળું દબાવ્યું હતું અને પછી તેના પર કાતરથી હુમલો કર્યો હતો. આ આરોપી ટ્રેનરની ધરપકડ કરી લેવામાં આવી છે.
કોણ છે આ કોચ? કેમ આ હત્યા કરવામાં આવી?
પ્રાપ્ત અહેવાલો અનુસાર કપૂરવાડી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ ગણેશ ગંભીર રાવ તરીકે સામે આવ્યું છે. આ સાથે જ એવા પણ ખુલાસા થયા છે કે ગણેશે જે મહિલા ખેલાડીનું મોત નિપજવ્યું છે તેને પ્રેમ કરતો હતો. પરંતુ તેને શંકા હતી કે આ મહિલા ખેલાડી અન્ય કોઈના પ્રેમમાં છે. જ્યારે આવી શંકા ગઈ ત્યારે તે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. અને આ કોચે તેની નિર્દયતાથી હત્યા (Thane Crime News) કરી નાખી હતી.
તમને જણાવી દઈએ કે યુવતી તેની માતા અને ભાઈ સાથે થાણે શહેરના કોલશેતમાં ચાલીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. હત્યાના દિવસે યુવતી ઘરે એકલી હતી. આ દિવસએ યુવતીની માતા અને ભાઈ ઘરે ન હતા. આ જ બાબતનો મોટો લઈ કોચે હત્યાનું કાવતરું ઘડ્યુ હતું.
આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
કાપુરબાવડી પોલીસે આ મામલે ગુનો (Thane Crime News) નોંધ્યો છે. આ સાથે જ આરોપી બાબતે તેની માતા, ભાઈ અને અન્ય સંબંધીઓની સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. એવા પણ અહેવાલ છે કે પોલીસે આરોપી ગણેશની નવી મુંબઈના ઘણસોલીમાંથી ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે પૂછપરછ કરતાં તેણે શંકાના આધારે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં પોલીસે સોમવારે તેની ધરપકડ કરી લીધી છે.
યુવતી ઘરે એકલી હતી એનો લાભ ઉઠાવી કરી હત્યા
Thane Crime News: તમને જણાવી દઈએ કે 3 મેના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આરોપી ગણેશ તેના ઘરે આવ્યો હતો. ગણેશને શંકા હતી કે તે તેના મોબાઈલ ફોન પર કોઈ અન્ય પ્રેમી સાથે વાત કરી રહી છે. આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દલીલ દરમિયાન તેણે દોરડાની મદદથી તેનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ તેના ગળામાં કાતર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ગણેશ બહારથી દરવાજો ખેંચીને ભાગી ગયો હતો.

