પૂરને કારણે અંધેરી સબવે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે કુર્લામાં LBS રોડ, પવઈમાં DP રોડ અને સાકી નાકા જેવા મુખ્ય રસ્તાઓ પર દિવસભર ભારે ટ્રાફિક જામ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ ઉપનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.
ટ્રાફિક પોલીસે કરેલી પોસ્ટ (તસવીર: X)
મુંબઈમાં રવિવાર રાતથી સોમવારે પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં પાણી ભરાઈ જતાં એક ટ્રાફિક કોન્સ્ટેબલ કઈ રીતે ડ્રેનેજ પરના અવરોધને દૂર કરીને રસ્તાને સાફ રહ્યો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ લોકોનું દિલ જીતવાની સાથે મહાનગર પાલિકાના કામની ટીકા પણ કરી છે. મુંબઈના ટ્રાફિક પોલીસ વ્યસ્ત વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (WEH) પર ભરાયેલી ગટરને સાફ કરવાના દ્રશ્યો વાયરલ થયા છે.
વાયરલ વીડિયોમાં મુંબઈ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભારે વરસાદ વચ્ચે ગટરના ખાડા સાફ કરતાં જોવા મળ્યા
ADVERTISEMENT
મુંબઈ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પર શૅર કરેલી આ તસવીરોમાં ફરજ પરના ગિરીશ પાટીલ WEH પંપ હાઉસ નજીક ફૂટપાથના ગટરમાંથી કાટમાળ દૂર કરતા દેખાય છે જેથી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ ઓછો થાય. "WEH પંપ હાઉસમાં પાણી ભરાઈ જવાથી થતા ટ્રાફિકને ઘટાડવા માટે, ફરજ પરના ગિરીશ પાટીલે ઉત્તર તરફ જતા ફૂટપાથના ડ્રેઇનના ખાડા સાફ કર્યા, જેનાથી પાણી બહાર નીકળી ગયું," ટ્રાફિક પોલીસે તેમની પોસ્ટમાં જણાવ્યું.
નેટીઝન્સ ટ્રાફિક પોલીસની પ્રશંસા કરી અને ફરજ સારી રીતે ન બજાવવા બદલ BMCની નિંદા કરી
આ ઘટનાની સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રશંસા થઈ, ઘણા નેટીઝન્સે પાટીલની ફરજથી આગળ વધવા બદલ પ્રશંસા કરી. જોકે, આ ઘટનાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને તેની કચરો વ્યવસ્થાપન પ્રણાલીઓ સામે પણ આક્રોશ ફેલાયો હતો, અને યુઝર્સે નિર્દેશ કર્યો હતો કે બીએમસી અધિકારીઓ માટે જરૂરી કાર્યો કરવા માટે ટ્રાફિક પોલીસ પર ભાર મૂકવો જોઈએ નહીં.
To reduce traffic caused by waterlogging at the WEH Pump House, on-duty rider Girish Patil cleared the north-bound footpath drain holes, allowing the water to flow out.#MTPTrafficUpdates #MonsoonUpdates @MumbaiPolice pic.twitter.com/cmOvLMvR0X
— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 21, 2025
ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, મુંબઈમાં ઓરેન્જ એલર્ટ
મુંબઈના પશ્ચિમ ઉપનગરો અને દક્ષિણ મુંબઈમાં ધોધમાર વરસાદનો સૌથી વધુ ભોગ બન્યો હતો, જેમાં અંધેરી, કુર્લા, મરીન ડ્રાઇવ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા મુખ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. પૂરને કારણે અંધેરી સબવે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે કુર્લામાં LBS રોડ, પવઈમાં DP રોડ અને સાકી નાકા જેવા મુખ્ય રસ્તાઓ પર દિવસભર ભારે ટ્રાફિક જામ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ ઉપનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. થાણે અને પાલઘર જિલ્લાઓ યલો એલર્ટ હેઠળ છે.
સ્થાનિક ટ્રેન સેવાઓ, હવાઈ મુસાફરી પ્રભાવિત
View this post on Instagram
શહેરની લોકલ ટ્રેન નેટવર્ક, ખાસ કરીને સેન્ટ્રલ અને હાર્બર લાઇન પણ ખોરવાઈ, જેના કારણે હજારો દૈનિક મુસાફરોને અસર થઈ. દરમિયાન, હવાઈ મુસાફરીને પણ અસર થઈ. પાણી ભરાયેલા રસ્તાઓ અને ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકને કારણે ઈન્ડિગો અને સ્પાઈસજૅટે મુસાફરોને ઍરપોર્ટ વહેલા પહોંચવા માટે સલાહ આપી હતી. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે પણ હવામાન ચેતવણી જાહેર કરી હતી, જેમાં મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા અને ફ્લાઇટ ચૂકી ન જાય તે માટે વધારાના મુસાફરી સમયનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી હતી.


