મધ્ય વૈતરણામાંથી પાણી છોડીને મોડક સાગર જળાશયમાં એટલે કે લોઅર વૈતરણામાં ભરવામાં આવશે. અત્યારે મુંબઈનાં સાત જળાશયોમાં કુલ ક્ષમતાના ૬૦ ટકાથી વધુ પાણી સ્ટોર થઈ ગયું હોવાનું BMCએ જણાવ્યું હતું.
વૈતરણા જળાશય
મુંબઈને પાણી પૂરું પાડતા મધ્ય વૈતરણા જળાશયમાં પાણીની ૯૦ ટકા આવક થતાં ત્રણ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. એમાંના એક મધ્ય વૈતરણામાં ગઈ કાલે સવારે ૯૦ ટકા પાણીનો જથ્થો ભરાયો હોવાનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને સોશ્યલ મીડિયા થકી જણાવ્યું હતું. આ જળાશયની કુલ ક્ષમતા ૨૮૫ મીટરની છે જેમાંથી સોમવારે પાણીનું સ્તર ૨૮૨.૧૩ મીટર પહોંચ્યું હતું. વૈતરણા વિસ્તારમાં સતત વરસાદને લીધે જળાશયના ૧, ૩ અને ૫ નંબરના દરવાજા ૩૦ સેન્ટિમીટર જેટલા ખોલવામાં આવ્યા છે. મધ્ય વૈતરણામાંથી પાણી છોડીને મોડક સાગર જળાશયમાં એટલે કે લોઅર વૈતરણામાં ભરવામાં આવશે. અત્યારે મુંબઈનાં સાત જળાશયોમાં કુલ ક્ષમતાના ૬૦ ટકાથી વધુ પાણી સ્ટોર થઈ ગયું હોવાનું BMCએ જણાવ્યું હતું.

