Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Police:  મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસને ટ્વિટર પર મળ્યો મેસેજ

Mumbai Police:  મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસને ટ્વિટર પર મળ્યો મેસેજ

23 May, 2023 10:24 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પોલીસ(Mumbai Police Receive Threat)ને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. એક અજાણ્યા યુવકે ટ્વિટર પર એક ધમકીભર્યો મેસેજ પોસ્ટ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર (Maharashtra)ની મુંબઈ પોલીસ(Mumbai Police Received Threat)ને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. એક અજાણ્યા યુવકે ટ્વિટર પર એક ધમકીભર્યો મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે તે જલ્દી જ મુંબઈમાં વિસ્ફોટ કરવા જઈ રહ્યો છે. 

આટલે ન અટકતાં યુવકે પોસ્ટમાં ઉમેર્યુ કે તે ટૂંક સમયમાં મુંબઈ(Mumbai Bomb Blast)માં વિસ્ફોટ કરવા જઈ રહ્યો છે. મુંબઈ પોલીસે આજે સમગ્ર મામલાની માહિતી આપી હતી. આ કેસમાં સંબંધિત ખાતાની તપાસ શરૂ કરવામાં આવી છે.



આ મામલે જાણકારી આપતા પોલીસે જણાવ્યું હતું કે યુવકની ઓળખ કરી લેવામાં આવી છે. તેની અટકાયત કરી પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.


નોંધનીય છે કે ગત રોજ એટલે કે સોમવારે પણ આવી જ એક ઘટનાનો મુંબઈ પોલીસે ઉલ્લેખ કર્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું હતું કે રવિવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને એક કૉલ આવ્યો હતો. જે કૉલમાં પોલીસને કહેવામાં આવ્યું હતું કે કોઈક તે શખ્સને 26/11 હુમલા સંબંધિત જાણકારી આપી રહ્યું છે.  આ ક઼ૉલ બાદ પોલીસ તે શખ્સની તપાસમાં લાગી ગઈ હતી. 

આ પણ વાંચો: ઘરે મૃત હાલતમાં મળી આવ્યો અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનો દેહ, કાર્યવાહી શરૂ


અગાઉ ઘમકીની ઘટના સામે આવી હતી. મુંબઈ પોલીસને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં કુર્લા વેસ્ટમાં ધમાકો કરવાની વાત કરવામાં હતી. ત્યારે પણ કૉલરે ધમાકાનો ઉલ્લેખ કરી ફોન કટ કરી દીધો હતો. કુર્લા ખુબ જ ગીચ વિસ્તાર હોવાથી પોલીસની એક ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. ઘણાં લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ પણ પોલીસને તે સ્થળેથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. 

મુંબઈ પોલીસને ધમકીના ફોન અને શંકાસ્પદ કૉલ આવ્યા હોય એવી એક બે ઘટના નથી પણ આવા ઢગલો બનાવો છે. જેમાં મુંબઈ પોલીસને એક એક શખ્સ દ્વારા કૉલ કરવામાં આવે છે અને તેમાં કોઈના કોઈ એક વિસ્તારને ઉડવવાની ધમકી આપવામાં આવી હોય. જોકે મુંબઈ પોલીસે લોકોની સુરક્ષાને ખાતીર દર વખતે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2023 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK