Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > NEET Paper Leak Protest: યુવા આંદોલન ગાંધીનગર સુધી પહોંચ્યું: ગુજરાત પોલીસ હાઇ અલર્ટ પર

NEET Paper Leak Protest: યુવા આંદોલન ગાંધીનગર સુધી પહોંચ્યું: ગુજરાત પોલીસ હાઇ અલર્ટ પર

Published : 25 July, 2026 02:32 PM | IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

NEET Paper Leak Protest:ભારે વરસાદ અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવા છતાં સેંકડો યુવાનો ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

યુવા આંદોલનકારીઓ અને માર્ચમાં જોડાયેલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

યુવા આંદોલનકારીઓ અને માર્ચમાં જોડાયેલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી


નીટ પેપર લીકના વિરોધ (NEET Paper Leak Protest)માં દેશભરમાં શરૂ થઇ ગયેલું આંદોલન હવે ગુજરાતના ગાંધીનગર સુધી પહોંચી ગયું છે. `જન કી આવાજ`ના બેનર હેઠળ ગાંધીનગરમાં આજે યુવા આંદોલન થયું હતું. ભારે વરસાદ અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવા છતાં સેંકડો યુવાનો ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

અહેવાલો જણાવી રહ્યા છે કે ગાંધીનગરના ઈન્ફોસિટી સર્કલથી સત્યાગ્રહ છાવણી સુધી આજે શાંતિપૂર્ણ રીતે કૂચ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ (NEET Paper Leak Protest) અને યુવાનોએ ભાગ લીધો હતો. સતત વરસી રહેલા વરસાદને લીધે સત્યાગ્રહ છાવણી ખાતે પાણી પણ ભરાઈ ગયા છે તેમ છતાં આ કૂચ ન્યાય, જવાબદારી, શિક્ષણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવતી ઉઠાવતી તેના રૂટ પર આગળ વધી હતી. મંજૂરી સાથે યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 



પોલીસ સાથે ઘર્ષણ



ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ (NEET Paper Leak Protest) વચ્ચે ઘર્ષણ થયું હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જેમાં યુવા આંદોલનકારીઓ અને પોલીસની દરમિયાનગીરી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર બેસી ગયેલા યુવા આંદોલનકારીઓને પોલીસ હટાવી રહી છે ત્યારે આંદોલનકારીઓ કહી રહ્યા છે કે, તો અમે આંદોલન કરવા ક્યાં જઇએ? સરકાર પાસે ન્યાય માગવા ક્યાં જઇએ?

રાજ્યના `Gen Z` દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આહ્વાનને પગલે આ સ્વયંભૂ આંદોલન ઊભું થયું છે. આ યુવાનો કોઈ પણ પરંપરાગત રાજકીય પક્ષો કે ઔપચારિક સંસ્થાઓના સમર્થન વગર સોશિયલ મીડિયાના માધ્યમથી ભેગા થઈ રહ્યા છે અને સત્તા સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને ન્યાયની માગણી કરી રહ્યા છે.

ગુજરાત પોલીસ હાઇ અલર્ટ પર 

દિવસે ને દિવસે યુવા આંદોલનની વધતી તાકાતને જોતાં રાજ્યનું (NEET Paper Leak Protest) વહીવટીતંત્ર, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને પોલીસ દળ સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર આવી ગયું છે. સોશિયલ મીડિયા પર પણ જે જે યુવા આયોજકો સક્રિય છે તેમના પર અને ડિજિટલી લોકોને જોડતા યુવાનો પર સતત ડિજિટલ વોચ રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના એક નાના કેમ્પેઈન તરીકે શરૂ થયેલું આ આંદોલન હવે વ્યાપક માંગમાં ફેરવાઈ ગયું છે. આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે કે કેમ તે જોવું રહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 02:32 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK