Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કેમ નથી કરતો?

ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કેમ નથી કરતો?

03 March, 2021 07:13 AM IST | Mumbai
Mid-day Correspondent

ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કેમ નથી કરતો?

અજય દેવગન

અજય દેવગન


પંજાબમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો તું કેમ તેમના સમર્થનમાં ટ્વીટ નથી કરતો, એમ કહી ફિલ્મસ્ટાર અજય દેવગનની કાર રોકનાર ૨૮ વર્ષના સિખ યુવાન રાજદીપ સિંહ રમેશકુમાર સિંહની ધરપકડ કરાઈ છે.

અજય દેવગન શૂટિંગ માટે ગોરેગામ ફિલ્મસિટી જઈ રહ્યો હતો ત્યારે દિંડોશી પાસે ટ્રફિકમાં તેની કાર ઊભી રહેતાં એક સિખ યુવાન તેની કાર સામે આવીને ઊભો રહી ગયો હતો, એથી કાર આગળ વધી શકી નહોતી. અજય દેવગને પણ તેની હરકત જોઈ દરવાજો ખોલી તેને શું તકલીફ છે એમ પૂછ્યું હતું ત્યારે તેણે અજય દેવગનને ખેડૂતોનો દુશ્મન કહ્યો હતો. તેણે અજય દેવગનને ઉદ્દેશીને કહ્યું હતું કે ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે તો તું કેમ તેમના સમર્થનમાં ટ્વીટ નથી કરી રહ્યો. એથી અજય દેવગને તરત જ પોલીસને જાણ કરતાં દિંડોશી પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને રાજદીપ સિંહને પકડીને લઈ ગઈ હતી. જોકે આ બધામાં ૧૫થી ૨૦ મિનિટ પસાર થઈ ગઈ હતી. દિંડોશી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ ધરણેન્દ્ર કાંબળેએ કહ્યું હતું કે ‘અમે આરોપીની સામે ગાડી રોકવી અને દમદાટી કરવા સંદર્ભે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 07:13 AM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK