Mumbai : શહેરની આસપાસ એક નવો ખતરો મંડરાઈ રહ્યો છે. `તેજ` નામનું ચક્રવાત તૈયાર થઈ રહ્યું હોવાની માહિતી હવામાન એજન્સીએ આપી છે. 22-25 ઓક્ટોબર સુધી તાપમાન 16-17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
તાપણાંની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાંથી વરસાદ પાછો તો ખેંચાયો છે. પરંતુ આ સાથે એક નવું જ સંકટ રાજ્ય પર નજર તાકીને બેઠું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર હવે મુંબઈ (Mumbai)ની આસપાસ એક નવો ખતરો મંડરાઈ રહ્યો છે. `તેજ` નામનું ચક્રવાત મુંબઈ (Mumbai)ની આસપાસ તૈયાર થઈ રહ્યું હોવાની માહિતી હવામાન એજન્સીએ આપી છે. હવામાન એજન્સીએ જણાવ્યું છે કે વિષુવવૃત્તીય વિસ્તારની નજીક દક્ષિણ-પૂર્વમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે.આ જ ચક્રવાત તેજને કારણે મુંબઈ (Mumbai)માં રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડીનો અનુભવ થવાની શક્યતા રહેલી છે.
હવામાન ખાતા તરફથી કરવામાં આવેલી આગાહી એમ જ સૂચવે છે કે આ સિસ્ટમ શહેરમાં ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. જોકે, આ ચક્રવાતી વિક્ષેપને કારણે મુંબઈ (Mumbai)માં રાત્રિનું તાપમાન ઘટીને 22-23 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. જેને કારણે મુંબઇમાં તીવ્ર ઠંડકનો અનુભવ લોકો કરશે. મુંબઈ સહિત પૂણેમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવામાન ખાતાની આગાહી મુજબ 22-25 ઓક્ટોબર સુધી તાપમાન 16-17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. ચક્રવાત તેજને કારણે દક્ષિણ કોંકણમાં વરસાદનો માહોલ સર્જાઇ શકે છે.
આ સાથે જ હવામાન ખાતે આ બાબતે વધુ ચેતવણી આપતા જણાવ્યું હતું કે IOD અને અનુકૂળ MJOને કારણે હિંદ મહાસાગરમાં ટૂંક જ સમયમાં ચક્રવાત તેજ મોટો વિક્ષેપ પેદા કરી શકે છે. જો કે કોઈપણ પ્રકારની નિશ્ચિત આગાહી અત્યારથી કરવી ખૂબ જ વહેલું પગલું ગણાશે. અહેવાલો પાસેથી મળતી માહિતી મુજબ 15 ઓક્ટોબરની આસપાસ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાત તેજનું પરિભ્રમણ થઈ શકે છે.
જ્યારે પ્રારંભિક આગાહી એમ સૂચવે છે કે ચક્રવાત વધુ તીવ્ર બની શકે છે પરંતુ તેની શક્તિ અને માર્ગ અનિશ્ચિત છે. તે વિષે અત્યારથી કોઈ જ ચેતવણી આપવી મુશ્કેલ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સમુદ્રના ગરમ તાપમાનને કારણે ચક્રવાત તેજની તીવ્રતા ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે વધી શકે છે.
આ સાથે જ 2022માં ચોમાસા પછીની ઋતુ દરમિયાન અરબી સમુદ્ર પર કોઈ ઉષ્ણકટિબંધીય વાવાઝોડું રચાયું ન હતું. તેનાથી વિપરીત બંગાળની ખાડીએ બે ઉષ્ણકટિબંધીય તોફાનો સિત્રાંગ અને માંડૌસ જોયા હતા.
જોકે, એક રીતે સારા સમાચાર છે કે લો-પ્રેશર એરિયા (LPA) ટૂંક સમયમાં એક શક્તિશાળી ચક્રવાતમાં વિકસિત થયું હોવા છતાં લોકોએ ગભરવાની જરૂર નથી. તે શરૂઆતમાં ભારતના દરિયાકાંઠાથી દૂર હોવાનું જણાઈ રહ્યું છે, જે હંમેશા નિર્ણાયક છે. ચક્રવાત માટે સમયરેખાની વાત કરવામાં આવે તો જો તે શરૂઆતથી જ ભારત તરફ આગળ વધ્યું હોત તો ચિંતાનો વિષય હોત પણ એમ નથી માટે ચિંતા ઓછી છે.


