Mumbai News: રવિવારે એક 45 વર્ષીય વ્યક્તિ પાણીથી ભરેલી ખાણમાં ડૂબી ગયો હતો જ્યારે અન્ય એક ગુમ થઈ ગયો છે તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
પાણીમાં ડૂબનારની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- અશોકવન વિસ્તારમાં આવેલા જય મહારાષ્ટ્ર ખાદાનમાં રવિવારે સાંજે આ ઘટના બની
- બે જણ લટાર મારતા હતા અને અચાનક પાણી ભરેલી ખાણમાં પડ્યા હતા
- અન્ય કોઈ કારણ સામે આવ્યું નથી
મુંબઈના ઉપનગરીય વિસ્તાર દહિસરમાંથી એક કંપાવનારા સમાચાર (Mumbai News) સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રવિવારે એક 45 વર્ષીય વ્યક્તિ પાણીથી ભરેલી ખાણમાં ડૂબી ગયો હતો જ્યારે અન્ય એક ગુમ થઈ ગયો છે તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
ક્યાં બની હતી આ ઘટના?
ADVERTISEMENT
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર અશોકવન વિસ્તારમાં આવેલા જય મહારાષ્ટ્ર ખાદાનમાં રવિવારે સાંજે આ ઘટના (Mumbai News) બની હતી. આ ખાણ દરિયા કિનારેથી લગભગ 15થી 20 મીટર દૂર ખાનગી જમીન પર આવેલી છે.
પ્રાથમિક માહિતી અનુસાર મુંબઈના બંને શખ્સો રવિવારને દિવસે લટાર મારવા નીકળ્યા હતા તે સમયે તેઓ પાણી ભરેલી ખાણમાં પડી ને ડૂબી ગયા હતા. બીએમસી અધિકારીઓએ આ બંને શખ્સોની હાલત વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, બે વ્યક્તિઓમાંથી એક જે મનોજ સુર્વે તરીકે ઓળખાયો છે. જેની ઉંમર 45 છે. જેને ફાયરમેન દ્વારા દોરડા અને વાંસનો ઉપયોગ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને બહાર કઢાયા બાદ સારવાર માટે શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અન્ય વ્યક્તિની વાત કરવામાં આવે તો તે ચિતામણિ વારંગ તરીકે ઓળખ થઈ છે. જેની ઉંમર 43 વર્ષ છે. તેની શોધ થઈ શકી નહોતી. પરંતુ પાછળથી વારંગને પણ મૃત જાહેર કરવામાં આવ્યો છે.
કઈ રીતે તેઓ ખાણમાં પડ્યા હતા?
આ બંનેના પાણી ભરેલી ખાણમાં પડી જવા બાબતે અન્ય કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ બંને જણા આંટો મારવા નીકળ્યા હતા. ત્યારે તેઓ લટાર મારતા હતા અને અચાનક પાણી ભરેલી ખાણમાં પડી ગયા (Mumbai News) હતા.
આ સાથે જ રવિવારે અન્ય એક ઘટના (Mumbai News) પણ બની હતી. જેમાં રવિવારે મુમાબાઈના સેવરી વિસ્તારમાં સમારકામ દરમિયાન ખુલ્લા ગટરમાં પડી જવાથી એક મજૂરનું મોત નીપજ્યું હતું. આ સાથે જ અન્ય ચાર સાથીદારો ઘાયલ થયા હતા એમ એક નાગરિક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું. આ ઘટના સવારે સેવરી ગાડી બંદર વિસ્તાર નજીક બની હતી.
મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, તે સમયે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના સ્ટ્રોમ વોટર વિભાગના નિર્દેશ હેઠળ ‘બોક્સ ડ્રેઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે તેઓ ગટરમાં પડી ગયા (Mumbai News) હતા.
કોન્ટ્રાક્ટર M/S એક્યુટ ડિઝાઇનના પાંચ કામદારો ગટરમાં પડ્યા હતા. જોકે, સ્થાનિકોએ પાંચેયને બચાવી લીધા અને તેઓને નાગરિક સંચાલિત KEM હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમાંથી એક મહેબૂબ ઈસ્માઈલ (19) તરીકે ઓળખ થઈ હતી. તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય મજૂરોમાંથી એક સલીમ (25)ની હાલત ગંભીર છે. બાકીના ત્રણ, શફાકુલ (22), કોરેમ (35) અને મોસાલિન (30)ની હાલત સ્થિર છે, એમ હોસ્પિટલ સત્તાવાળાઓને ટાંકીને માહિતી આપવામાં આવી હતી.

