Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Fire News: એન્ટૉપ હિલમાં 39 માળની બિલ્ડિંગમાં ભભૂકી આગ, બે કલાકે મેળવાયો કાબૂ

Mumbai Fire News: એન્ટૉપ હિલમાં 39 માળની બિલ્ડિંગમાં ભભૂકી આગ, બે કલાકે મેળવાયો કાબૂ

23 March, 2024 10:23 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Fire News: એન્ટોપ હિલમાં વડાલા બસ ડેપો પાસે દોસ્તી એમ્બ્રોસિયા બિલ્ડીંગના 26મા અને 27મા ફ્લોર પર ભીષણ આગ ફાટી નીકળી હતી.

આગની પ્રતીકાત્મક તસવીર

આગની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આ આગમાં કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ નથી
  2. અસરગ્રસ્ત ફ્લેટને બહારથી લૉક કરી દેવામાં આવ્યો હતો
  3. આગ 26મા માળે રૂમમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન સુધી સીમિત હતી

મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાંથી એક બિલ્ડિંગમાં ભીષણ આગ (Mumbai Fire News) ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. શુક્રવારે રાત્રે એક હાઈરાઈઝમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ રાત્રે 11 વાગ્યાની આસપાસ લાગી હતી. આ આગની ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. 

અધિકારીઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે આ આગ લગભગ 12.30 વાગ્યે ઓલવાઈ હતી. મુંબઈના વડાલામાં એક બિલ્ડિંગમાં આગ (Mumbai Fire News) ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર શુક્રવારે મોડી રાત્રે એક 39 માળની બિલ્ડિંગમાં આગ ભભૂકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગમાં કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ નથી. અત્યારસુધી તો આ આગને કારણે કોઈપણ વ્યક્તિ ફસાયા હોવાની જાણ થઈ નથી. એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. 



કઈ જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી?


તમને જાણવી દઈએ કે એન્ટોપ હિલમાં વડાલા બસ ડેપો પાસે દોસ્તી એમ્બ્રોસિયા બિલ્ડીંગના 26મા અને 27મા ફ્લોર પર ભીષણ આગ (Mumbai Fire News) ફાટી નીકળી હતી. આગને ઓલવવા માટે તાબડતોબ આઠ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મુંબઈ ફાયર બ્રિગેડ, બેસ્ટ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવા અને નાગરિક સંસ્થાના કર્મચારીઓ આગ ઓલવવા માટે પ્રયાસમાં રોકાઈ ગયા હતા.”

શું શું બળીને ખાખ થઈ ગયું આ આગમાં?


તમને જણાવી દઈએ કે બિલ્ડિંગના 26મા માળે એક ફ્લેટમાં લાગેલ આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશન્સ, લાકડાના ફર્નિચર, ઘરની ચીજવસ્તુઓ વગેરેને ભારે નુકસાન થયું હતું. મોડી રાત્રે લગભગ 1.10 વાગ્યાની આસપાસ આગ પર મહામહેનતે કાબૂ મેળવાયો હતો.

આગ (Mumbai Fire News)ની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે આગ ફાટી નીકળી ત્યારે અસરગ્રસ્ત ફ્લેટને બહારથી લૉક કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ફ્લેટનો દરવાજો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પીઆરટી કીટનો ઉપયોગ કરીને ખોલવામાં આવ્યો હતો. પાણીના એન્જિન, પાણીના ટેન્કરો સહિતના સાધનો વડે આઆગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

શરૂઆતમાં આગ લગતા બિલ્ડિંગના 26મા માળે ધુમાડો જોઈ શકાતો હતો. MFBએ 11.23 વાગ્યાની આસપાસ આને લેવલ-1 પર લાગેલી આગ જણાવી હતી. આ સાથે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ 26મા માળે રૂમમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, લાકડાના ફર્નિચર અને ઘરની વસ્તુઓ સુધી જ મર્યાદિત રહી હતી. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

MFB અધિકારીઓએએમ પણ જણાવ્યું હતું કે, બિલ્ડિંગની નિશ્ચિત અગ્નિશામક પ્રણાલી (Mumbai Fire News)ની બે મોટી હોઝ લાઇન અને એક હોઝ રીલ લાઇન કાર્યરત હતી.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK