Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈનાં મેયર રિતુ તાવડેને મેટ્રો 9ના ઉદ્ઘાટન વખતે પોલીસે રોક્યાં

મુંબઈનાં મેયર રિતુ તાવડેને મેટ્રો 9ના ઉદ્ઘાટન વખતે પોલીસે રોક્યાં

Published : 08 April, 2026 10:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

VIP મૂવમેન્ટની સિક્યૉરિટીને લીધે મેયરને અટકાવવામાં આવ્યાં એને પગલે વિવાદ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મુંબઈનાં મેયરને જ ગઈ કાલે બાબુશાહીનો વરવો અનુભવ થયો હતો. મેટ્રો 9ના ફર્સ્ટ ફેઝ દહિસર-કાશીગાવના ઉદ્ઘાટન પ્રસંગે મેયર રિતુ તાવડે દહિસર-ઈસ્ટ મેટ્રો સ્ટેશન પહોંચી ગયાં હતાં. જોકે તેમને ગેટ પર જ પોલીસે રોકી દીધાં હોવાથી મામલો બીચક્યો હતો. 

મુખ્ય પ્રધાન અને અન્ય VIPની મૂવમેન્ટ હોવાથી ઉદ્ઘાટન વખતે સુરક્ષા જળવાઈ રહે એ માટે મીડિયાવાળાઓને પણ પાસ આપવામાં આવ્યા હતા અને એ બતાવ્યા બાદ જ તેમને એન્ટ્રી આપવામાં આવતી હતી. રિતુ તાવડેને જ્યારે રોકવામાં આવ્યાં ત્યારે સ્થાનિક નગરસેવક ગણેશ ખણકરની પોલીસ-ઑફિસરો સાથે જીભાજોડી થઈ ગઈ હતી કે ‘તમે મુંબઈનાં મેયરને ઉદ્ઘાટનમાં જતાં કઈ રીતે રોકી શકો.’ એથી પોલીસ અને તેમની વચ્ચે વિવાદ થયો હતો.



રિતુ તાવડેના પર્સનલ અસિસ્ટન્ટને પણ પોલીસે બહાર જવા કહ્યું હતું. મામલો બીચકેલો જોતાં રિતુ તાવડે પોતે આગળ આવ્યાં હતાં અને પોલીસ-અધિકારીઓ સાથે વાત કરી હતી. આ ઘટનાનો ત્યાં હાજર રહેલા મીડિયાના ફોટોગ્રાફરોએ વિડિયો લઈ લીધો હતો. રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) મોટો પક્ષ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પણ BJPની બહુમતી છે અને મેયર પોતે પણ BJPનાં છે ત્યારે તેમનો જ સરકારી કાર્યક્રમમાં પ્રવેશ નકારાતાં તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK