ગોવિંદાએ કોમલ રાની સાથે લાલબાગચા રાજાની મુલાકાત અંગે વાત કરી. તેણે કહ્યું, "અહીં કોઈનો વાંક નથી. આ એક સુનિયોજિત ચાલ છે. આવી વધુ ઘટનાઓ બનશે. મને મારા પરિવારથી દૂર કરવા અને સમાજમાં મારી છબી ખરાબ કરવા માટેનું આ એક ગણતરીપૂર્વકનું કાવતરું હતું."
ગોવિંદા કોમલ સાથે લાલબાગ ગયો હતો
બૉલિવૂડ અભિનેતા ગોવિંદા હાલમાં તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં તેની ફિલ્મ `રૂપા`ની કો-ઍકટર કોમલ રાની સ્વર્ણકાર સાથે લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર બન્નેના ફોટા અને વીડિયો સામે વાયરલ થયા હતા. ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. હવે, કોમલ રાનીએ સોશિયલ મીડિયા દ્વારા સુનીતાના નિવેદનોનો જવાબ આપ્યો છે.
કોમલ રાનીનો જવાબ
ADVERTISEMENT
શનિવારે, 26 સપ્ટેમ્બરે, કોમલ રાનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા સુનીતા આહુજાની ટિપ્પણીઓનો જવાબ આપ્યો. તેણે ગોવિંદા સાથેના તેના સંબંધો વિશે કરવામાં આવી રહેલા આક્ષેપો અંગે નારાજગી વ્યક્ત કરી. કોમલે કહ્યું, "જે સ્ત્રી વર્ષોથી પોતાના જ પતિને મારી નાખવાનો પ્રયાસ કરી રહી હોય, તેના શ્રાપની કોઈના પર અસર થતી નથી." સોશિયલ મીડિયા પર સુનિતાએ કોમલ માટે વપરેલા `ઘર તોડનાર` શબ્દનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું, "જે ઘર પહેલેથી જ તૂટેલું હોય ત્યાં કોઈ `ઘર તોડનાર` બની શકતું નથી. મને નથી લાગતું કે કોઈ સમર્પિત પત્ની તેના પતિ સાથે આટલું ખરાબ વર્તન કરી શકે." કોમલે તેની ટીકા કરવાની રીત પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે ટિપ્પણી કરી કે લોકોએ સંપૂર્ણ પરિસ્થિતિ જાણ્યા વિના દાવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.
ગોવિંદાએ લાલબાગચા રાજાની મુલાકાત લેવાનું કારણ જણાવ્યું
ગોવિંદાએ કોમલ રાની સાથે લાલબાગચા રાજાની મુલાકાત અંગે વાત કરી. તેણે કહ્યું, "અહીં કોઈનો વાંક નથી. આ એક સુનિયોજિત ચાલ છે. આવી વધુ ઘટનાઓ બનશે. મને મારા પરિવારથી દૂર કરવા અને સમાજમાં મારી છબી ખરાબ કરવા માટેનું આ એક ગણતરીપૂર્વકનું કાવતરું હતું. મેં મારા કામ સિવાય ક્યારેય કોઈ બાબત પર ધ્યાન આપ્યું નથી. હું ફક્ત કામ કરતો રહ્યો. ઘણા લોકો મારા વખાણ પણ કરતા હતા. આ કોઈના માટે પણ સમસ્યા ન હોવી જોઈએ... ભલે કોઈ અફેર હોય તો પણ. હું કામ કરી રહ્યો છું અને મેં વ્યાવસાયિક સંબંધ જાળવી રાખ્યો છે."
ફિલ્મ `રૂપા` માટે પ્રાર્થના કરી
લાલબાગચા રાજાની મુલાકાત લેવાનું કારણ જણાવતા ગોવિંદાએ કહ્યું, "હું મારી ફિલ્મ `રૂપા` માટે પ્રાર્થના કરવા લાલબાગચા ગયો હતો." તેણે ઉલ્લેખ કર્યો કે તે અગાઉ કરિશ્મા કપૂર સાથે મંદિરોની મુલાકાત લઈ ચૂક્યો છે અને તેના મતે, તે તેના માટે સારું સાબિત થયું હતું. તેણે કહ્યું, "મારી ફિલ્મો સુપરહિટ રહી હતી." ગોવિંદાએ એ પણ જણાવ્યું કે તેણે ભૂતકાળમાં રવીના ટંડન સાથે મંદિરોની મુલાકાત લીધી છે અને હવે રાની સ્વર્ણકાર સાથે ગયો છે. તેણે કહ્યું, "મેં પ્રાર્થના કરી કારણ કે હું લાંબા સમય પછી ફરીથી આ શરૂ કરી રહ્યો છું."
