Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશોત્સવની તૈયારીમાં ભંગ પાડ્યો સેન્ટ્રલ રેલવેએ

ગણેશોત્સવની તૈયારીમાં ભંગ પાડ્યો સેન્ટ્રલ રેલવેએ

Published : 14 September, 2026 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેગા બ્લૉક અને પછી ઓવરહેડ વાયરમાં ખામી, ૪૫ મિનિટ ટ્રેનો મોડી

સેન્ટ્રલ રેલવે

સેન્ટ્રલ રેલવે


ગણેશોત્સવ પહેલાં રવિવારે રજાના દિવસે મોટા ભાગના મુંબઈગરાઓ ખરીદી કરવા નીકળે છે ત્યારે સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસ કરનારાઓને ગઈ કાલે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તો મેગા બ્લૉક હતો અને ઓવરહેડ વાયરમાં ખામી સર્જાવાને કારણે લોકલ ટ્રેનો ઉપરાંત એક્સપ્રેસ-મેલ ટ્રેનોની સર્વિસમાં પણ ભંગાણ પડ્યું હતું અને એ ૪૫ મિનિટથી એક કલાક સુધી મોડી ચાલી રહી હતી. 

કલ્યાણ સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર બે પર આવેલા ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતાં ટ્રેન-સર્વિસને અસર થઈ હતી. એનું સમારકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લૅટફૉર્મ-નંબર ૩, ૪ અને પાંચની ઇલેક્ટ્રિક સપ્લાય પણ બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે 



ટ્રેન-સર્વિસને ફટકો પહોંચ્યો હતો. મોટા ભાગની ટ્રેનોને પ્લૅટફૉર્મ-નંબર ૭ પરથી દોડાવવામાં આવી હતી. જોકે આ સમસ્યાને કારણે સેન્ટ્રલ રેલવેનું રવિવારનું આખું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું જેને કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK