દુનિયાભરની ૨૦૦ સ્કૂલના ૧૨,૩૦૦ વિદ્યાર્થીઓએ આ વર્ષે આ કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલના દસમા ધોરણના વિદ્યાર્થી જૈસલે આ કૉમ્પિટિશનના ફાઇનલ રાઉન્ડમાં ૨૦માંથી ૧૮ સ્કોર મેળવ્યો હતો
ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિશ્વમાં પ્રતિષ્ઠિત ગણાતી ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમી ઍન્ડ ઍસ્ટ્રોફિઝિક્સ કૉમ્પિટિશન (IAAC) ૨૦૨૫ની જુનિયર કૅટેગરીમાં મુંબઈના જૈસલ શાહે સિલ્વર ઑનર પ્રાપ્ત કર્યું છે.
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલના દસમા ધોરણના વિદ્યાર્થી જૈસલે આ કૉમ્પિટિશનના ફાઇનલ રાઉન્ડમાં ૨૦માંથી ૧૮ સ્કોર મેળવ્યો હતો. દુનિયાભરની ૨૦૦ સ્કૂલના ૧૨,૩૦૦ વિદ્યાર્થીઓએ આ વર્ષે આ કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ૩ રાઉન્ડમાં યોજાતી કૉમ્પિટિશનના ફાઇનલ રાઉન્ડમાં સિલ્વર ઑનર મેળવનાર જૈસલે આ વિષયમાં ગ્લોબલી ટૉપ કરનારા પાંચ ટકા વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે.


