ધ્વનિપ્રદૂષણ ટાળીને ઉત્સવો શાંતિથી ઊજવવાની અપીલ અદાલતે કરી હતી. આ આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે એમ અદાલતે સ્પષ્ટતા કરી હતી.
ગણેશોત્સવમાં DJના મ્યુઝિક પર હાઈ કોર્ટે પ્રતિબંધ મૂક્યો
પુણે બાદ હવે મુંબઈમાં પણ ગણેશોત્સવ દરમ્યાન ડિસ્ક જૉકી (DJ) દ્વારા વગાડવામાં આવતા ઘોંઘાટિયા મ્યુઝિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધ્વનિપ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુંબઈ હાઈ કોર્ટે DJ અને ડૉલ્બી સિસ્ટમ પર મૂકેલો પ્રતિબંધ યથાવત્ રાખ્યો છે. હાઈ કોર્ટના આ આદેશનું ઉલ્લંઘન કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાઈ કોર્ટે માત્ર ગણેશોત્સવ જ નહીં, તમામ તહેવારો માટે ધ્વનિપ્રદૂષણની મર્યાદા ધ્યાનમાં રાખવાનું સૂચન કર્યું છે. ધ્વનિપ્રદૂષણ ટાળીને ઉત્સવો શાંતિથી ઊજવવાની અપીલ અદાલતે કરી હતી. આ આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે એમ અદાલતે સ્પષ્ટતા કરી હતી.


