Mumbai: આ બીના અંગે નૌકાદળના અધિકારીની ફરિયાદ મળ્યા બાદ કફ પરેડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)માં ઇન્ડીયન નેવી સાથે સંકલાયેલી એક વિચિત્ર ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાઉથ મુંબઈમાં આવેલ ઇન્ડીયન નેવીના એરિયામાં નેવીના યુનિફોર્મમાં એક અજાણ્યો શખ્સ ઘૂસી આવ્યો હતો. એટલું જ નહીં આ શખ્સે ડ્યુટી પર તૈનાત અગ્નીવીર પાસેથી શિફ્ટ પૂરી થઇ ગયાનું કહીને એની રાઈફલ અને ચાલીસ જીવિત કારતૂસ લઇ લીધી હતી. પાછળથી જાણવા મળતું હતું કે જે શખ્સ આ વસ્તુઓ લઇ ગયો છે તે અજાણ્યો જણ હતો. આ મામલે અત્યારે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના શનિવારની મોડી રાત્રે બની હતી.
આખરે શું બન્યું હતું તે દિવસે? કઈ રીતે અજાણ્યા શખ્સે જુનિયરને ફોસલાવીને રાઈફલ લઇ લીધી હતી?
ADVERTISEMENT
Mumbai: પ્રાપ્ત માહિતી અનુસાર આ અજાણ્યો શખ્સ આવીને જુનિયર અગ્નીવીરને શિફ્ટ પૂરી થઇ ગયાનું કહીને તેની પાસેથી રાઈફલ અને દારૂગોળો લઈને ફરાર થઇ ગયો હતો. મુંબઈમાં આવેલા નૌકાદળના રહેણાંક વિસ્તારમાં ૬ સપ્ટેમ્બરની રાત્રે આ ઘટના બની હતી. આ ઘટના બની ત્યારે જુનિયર નેવી ઓફિસર ડ્યુટી પર હાજર હતો, અજાણ્યા શખ્સે નૌકાદળના જ યુનિફોર્મમાં આવીને જુનિયર નેવી અધિકારીને કહ્યું હતું કે શિફ્ટ પુઉરી થઇ છે અને રાઈફલ તેમ જ દારૂગોળો મને સોંપી દે. જુનિયર અધિકારીને ખ્યાલ ન આવ્યો કે તે અજાણ્યો છે અને એની વાતમાં આવી જઈને એણે તે વ્યક્તિને રાઈફલ અને દારૂગોળો આપી દીધો હતો. અજાણ્યા શખ્સે આવીને દાવો કર્યો હતો કે તેને આ કામ માટે જ ખાસ અહીં મોકલવામાં આવ્યો છે. પણ, પાછળથી ખ્યાલ આવ્યો હતો કે આ અજાણ્યો શખ્સ અને વસ્તુઓ ગાયબ છે. હાલ મુંબઈ પોલીસ જે જે વસ્તુઓ ગુમ થઇ છે તે તમામને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
નૌકાદળના પ્રવક્તાએ આ મામલે શું કહ્યું છે?
નૌકાદળના પ્રવક્તા (Mumbai) આ મામલે જણાવે છે કે, "જે જે વસ્તુઓ ગાયબ છે. તે ફરીથી મેળવવા માટે મુંબઈ પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ બીનાના કારણની તપાસ માટે બોર્ડ ઓફ ઇન્ક્વાયરીની પણ રચના કરવામાં આવી છે. આ મામલે અન્ય સરકારી એજન્સીઓ પણ તપાસ કરી રહી હોઈ ભારતીય નૌકાદળની તપાસપ્રક્રિયામાં તમામ જરૂરી મદદ કરી રહી છે"
હાલ સઘન તપાસ ચાલી રહી છે- અજાણ્યા શખ્સનો પત્તો લાગ્યો નથી
અહેવાલો અનુસાર આ બીના અંગે નૌકાદળના અધિકારીની ફરિયાદ મળ્યા બાદ કફ પરેડ પોલીસ સ્ટેશન (Mumbai)માં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જોકે, હજી સુધી આ અજાણ્યા શખ્સનો પત્તો લાગ્યો નથી. જે રાઈફલ અને દારૂગોળો લઈને તે ફરાર થયો છે તે પણ મળ્યો નથી જ.


