Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં દરરોજ મળી રહ્યા છે કોરોનાના 47 કેસ: જૂનમાં આંકડો 20,000ને પાર પહોંચ્યો

મુંબઈમાં દરરોજ મળી રહ્યા છે કોરોનાના 47 કેસ: જૂનમાં આંકડો 20,000ને પાર પહોંચ્યો

Published : 16 June, 2025 03:55 PM | Modified : 17 June, 2025 06:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સરકારી આંકડા મુજબ રવિવારે કોવિડને લીધે એક મૃત્યુની નોંધ થઈ છે. એક 47 વર્ષનો વ્યક્તિ જે લીવરની બીમારીથી પીડિત હતી તેનું નિધન થયું. અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 47 પહોંચી ગઈ છે જેમાં મોટાભાગના લોકો બીજી અનેક ગંભીર બીમારીઓથી પીડાતા હતા.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે


મુંબઈમાં ચોમાસું શરૂ થવાની સાથે કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પ્રશાસનના અહેવાલ મુજબ 16 જૂન સુધી રોજ 27 કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ આંકડો મે મહિનામાં 14 હતો. મુંબઈ સહિત આસપાસના ઉપનગરોમાં વધતાં કોવિડને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ લોકોને કાળજી લેવા અપીલ કરી છે, જેમાં ખાસ કરીને કોઈ બીજી બીમારીથી પીડાતા અને વીક ઇમ્યુનિટીવાળા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.


બીએમસીના હેલ્થ ડિપાર્ટમેની માહિતી મુજબ રવિવારે શહેરમાં 22 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. આ વર્ષે મે મહિનાથી કોવિડના કેસ વધવાની શરૂઆત થઈ છે. જાન્યુઆરીમાં ફેબ્રુઆરી અને માર્ચ સુધી એક-બે કેસ મળતા હતા જે એપ્રિલમાં વધીને 4 થઈ ગયા અને મે મહિનામાં 435 કેસ મળ્યા અને જૂનના પહેલા જ 15 દિવસોમાં 410 જેટલા કેસ મળી આવ્યા છે. 2025થી શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 851 કોરોના કેસ નોંધાયા છે.



હૉસ્પિટલમાં ઍડમિટ થવાની જરૂર નથી


કોરોનાના વધતાં કેસને લીધે સ્વાસ્થ્ય વિભાગે પોઝિટિવ સેમ્પલ્સને જીનોમાં સિક્વેસિંગ માટે મોકલવાનો આદેશ આપ્યો છે. જોકે આ દર્દીઓને કોઈ બીજી પણ બીમારી હતી. કેઇએમ હૉસ્પિટલના એક નિષ્ણાત ડૉક્ટરે માહિતી આપી હતી કે ડાયાબિટીસથી પીડિતા લોકોની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી જ ઓછી હોય છે, અને જો તેઓને કોવિડ કે બીજી કોઈ વાયરલ બીમારી થાય તો તેમની માટે મુશ્કેલી સર્જાય છે.

કોવિડ-19ના કેસમાં વધારો થયો છે, જોકે પોઝિટિવ રિપોર્ટ આવેલા લોકોને એડમિટ કરવાની જરૂર જણાઈ રહી નથી. પણ શરદી, તાવ કે ઉધરસ થતાં માસ્ક પહેરો, ભીડમાં ન જાવ અને ડૉક્ટરોની સલાહ લો, એવી પણ સલાહ આવપમાં આવી છે.


મહારાષ્ટ્રમાં આટલા કેસ

મહારાષ્ટ્રમાં 40 નવા કોરોના કેસ નોંધાતા આ વર્ષમાં આંકડા 21,456 પાર થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 2007 લોકો પોઝિટિવ થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ સાથે લગભગ 1439 લોકો સાજા થઈ ગયા છે અને રાજ્યમાં હાલમાં 540 ઍક્ટિવ કેસ છે.

કોરોનાને લીધે કેટલા નવા મોત

સરકારી આંકડા મુજબ રવિવારે કોવિડને લીધે એક મૃત્યુની નોંધ થઈ છે. એક 47 વર્ષનો વ્યક્તિ જે લીવરની બીમારીથી પીડિત હતી તેનું નિધન થયું. અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 47 પહોંચી ગઈ છે જેમાં મોટાભાગના લોકો બીજી અનેક ગંભીર બીમારીઓથી પીડાતા હતા.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK