દિલ્હીની મેટ્રો હવે માત્ર ટ્રાન્સપોર્ટનું જ માધ્યમ નથી, લોકો અહીં પોતાની જાતજાતની ટૅલન્ટ બતાવતાં ગતકડાં પણ કરતા રહેતા હોય છે. લોકો જાણે મેટ્રો પોતાનું ઘર હોય એમ કંઈ પણ કરવા લાગે છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
દિલ્હીની મેટ્રો હવે માત્ર ટ્રાન્સપોર્ટનું જ માધ્યમ નથી, લોકો અહીં પોતાની જાતજાતની ટૅલન્ટ બતાવતાં ગતકડાં પણ કરતા રહેતા હોય છે. લોકો જાણે મેટ્રો પોતાનું ઘર હોય એમ કંઈ પણ કરવા લાગે છે. તેઓ નાચગાન કરીને કે પછી ભજન-કીર્તન કરીને જાતજાતની રીલ્સ બનાવે છે અને પછી સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી દે છે. ક્યારેક છોકરીઓ અહીં મેકઅપ રૂમ ખોલી દે છે તો ક્યારેક બ્યુટી-પાર્લર. તાજેતરમાં એક છોકરી મેટ્રોમાં ફેસમાસ્ક શીટ પહેરીને ફરતી જોવા મળી હતી. દરવાજાની બાજુમાં સાઇલન્ટલી ઊભી રહેલી યુવતીએ મોં પર માસ્ક શીટ લગાવેલી છે અને તે પુસ્તક વાંચવામાં વ્યસ્ત છે. લોકોએ આ ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર જોઈને કમેન્ટ કરી છે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોરોનાથી બચવા મોં અને નાક પર માસ્ક પહેરવાનું કહ્યું છે, પણ આ બહેન તો ફેસમાસ્ક શીટ સમજી બેઠાં લાગે છે.’


