ગઈ કાલે સવારે ૮ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોરોનાવાઇરસને લીધે ભારતમાં ત્રણ મૃત્યુ નોંધાયાં હતાં
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સવારે ૮ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોરોનાવાઇરસને લીધે ભારતમાં ત્રણ મૃત્યુ નોંધાયાં હતાં. કોવિડ-19ના ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૬૮૧૫ પર પહોંચી ગઈ છે. સૌથી વધુ ૨૦૫૩ ઍક્ટિવ કેસ કેરલામાં છે અને ૧૨૨૭ કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે.
મુંબઈ-મહારાષ્ટ્ર કોરોના અપડેટ
ADVERTISEMENT
મુંબઈમાં ગઈ કાલે નવા ૩૨ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૮૯ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૬૧૫
અમદાવાદમાં ગઈ કાલે કોરોનાના બીજા નવા ૧૭૫ કેસ નોંધાયા હતા, જ્યારે ૬૦ દરદીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ ૧૦૯૧ કેસ થયા છે. એ પૈકી ૩૨૮ લોકોને સારવાર આપી ડિસ્ચાર્જ કરાયા છે અને અત્યાર સુધીમાં અમદાવાદમાં બે દરદીનાં મરણ થયાં છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના ગઈ કાલે નવા ૨૨૩ કેસ નોંધાયા હતા. હાલમાં ગુજરાતમાં કુલ ઍક્ટિવ કેસ ૧૨૨૭ છે એ પૈકી ૨૩ હૉસ્પિટલમાં અને ૧૨૦૪ આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) બેઝ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં ૧૦૫ દરદીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

