Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે રિક્ષા અને ટૅક્સીનાં ભાડાંમાં તોળાઈ રહ્યો છે ભાવવધારો

હવે રિક્ષા અને ટૅક્સીનાં ભાડાંમાં તોળાઈ રહ્યો છે ભાવવધારો

Published : 15 August, 2026 10:51 AM | Modified : 15 August, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૅક્સીનું હાલનું ભાડું ૩૧ રૂપિયા છે એ વધીને ૩૩ રૂપિયા થવાની શક્યતા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈગરાઓ માટે હવે રિક્ષા અને ટૅક્સીનો પ્રવાસ મોંઘો થવાના અણસાર છે. એમનાં ભાડાંમાં વધારો થવાની શક્યતા છે. હાલ મુંબઈમાં રિક્ષાનું મિનિમમ ભાડું ૨૬ રૂપિયા છે જે એક રૂપિયો વધીને ૨૭ રૂપિયા થવાની શક્યતા છે અને ટૅક્સીનું હાલનું ભાડું ૩૧ રૂપિયા છે એ વધીને ૩૩ રૂપિયા થવાની શક્યતા છે. 

ટૅક્સી-ડ્રાઇવર યુનિયન તરફથી મિનિમમ ૪ રૂપિયાનો વધારો કરવાની માગણી કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલનો વધી રહેલો ખર્ચ, મેઇન્ટેનન્સ કૉસ્ટમાં વધારો, ઇન્શ્યૉરન્સ પ્રીમિયમનો ખર્ચ અને પરમિટનો ખર્ચ વધ્યો છે પણ સામે ભાડું વધ્યું નથી એટલે હવે ભાડાંમાં વધારો થવો જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK